સરકારી ફરજ દરમિયાન ખાનગી કમાણી?” – સાબરકાંઠામાં RBSK ડોકટરો પર પ્રાઇવેટ પ્રેક્ટિસના આક્ષેપ
સરકારી ફરજ દરમિયાન ખાનગી કમાણી?” – સાબરકાંઠામાં RBSK ડોકટરો પર પ્રાઇવેટ પ્રેક્ટિસના આક્ષેપ

સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત Rashtriya Bal Swasthya Karyakram (RBSK) હેઠળ ફરજ બજાવતા કેટલાક મેડિકલ ઓફિસરો અંગે લોકમુખે ચર્ચા જોર પકડતી જાય છે કે તેઓ સરકારી નોકરીના સમય દરમિયાન પણ ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું કહેવાય છે. જો આ આક્ષેપો સત્ય સાબિત થાય તો તે આરોગ્ય વિભાગ માટે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
RBSK યોજના Ministry of Health and Family Welfare હેઠળ અમલમાં છે અને તેનો હેતુ બાળકોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને સારવાર આપવાનો છે. આવી મહત્વની યોજનામાં ફરજ બજાવતા ડોકટરો જો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય, તો શું તે કરારની શરતોનો ભંગ ગણાય? શું આરોગ્ય અધિકારીઓને આ બાબતની જાણ નથી કે પછી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? એવા સવાલો ઉઠી રહ્યા છે.
જાહેર ચર્ચા મુજબ, કેટલાક વિસ્તારોમાં ફરજના સમય દરમિયાન સરકારી હોસ્પિટલ અથવા સ્ક્રીનિંગ કેમ્પમાં હાજરી અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. જો ડોકટરો ખાનગી ક્લિનિકમાં સેવા આપે છે, તો શું તેમને વિભાગ તરફથી કોઈ લેખિત મંજૂરી આપવામાં આવી છે? જો નહીં, તો કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં?
હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા આરોગ્ય તંત્ર આ મામલે શું પગલાં લે છે. શું તપાસનો આદેશ આપવામાં આવશે કે પછી લોકોના દબાણ બાદ જ તંત્ર જાગશે?




