sabarkathaराष्ट्रीय

રજૂઆતઃ ઇડરમાં દારૂ-ગાંજાનું દૂષણ બંધ કરાવો..પિડિત નાગરિકો પોલીસ મથકે પહોંચ્યા

રજૂઆતઃ ઇડરમાં દારૂ-ગાંજાનું દૂષણ બંધ કરાવો..પિડિત નાગરિકો પોલીસ મથકે પહોંચ્યા

સાબરકાંઠાના ઇડરમાં ખુલ્લેઆમ દારૂ અને ગાંજા જેવા નશીલા પદાર્થોના અડ્ડાને બંધ કરાવવાની માંગણી છતાં હલચલ મચી હતી.

આ અંગેની વિગત એવી છે કે ગઇકાલે રાત્રિના સમયે રાત્રે પાંચ હાટડીયા, મદની સોસાયટી, ઘાટી રોડના રહીશો ઇડર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને ઇડર પોલીસ સ્ટેશનના હકૂમત હેઠળના વિસ્તારોમાં  દારૂ અને ગાંજા નો ચાલતો ગેરકાયદે ધંધો બંધ કરાવવા મામલે અરજી આપી હતી….

આ અરજીમાં શહેરના ભીલવાસમાં ખુલ્લેઆમ દારૂ અને ગાજોનો વેપલો થતો હોવાનો આક્ષેપ કરીને આ ગેરકાયદે ધંધા જાહેર હિતમાં  બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી.

કોઇ દાસ નામના વ્યક્તિના નામ જોગ આ અરજી આપવામાં આવી હતી. જેમાં તેમણે નશા કરતા વ્યક્તિઓ ખુલ્લેઆમ બિભત્સ વર્તનને લઈને રહીશો પરેશાન થયા છે. પોલીસ આ મામલે પગલા ભારે તેવી માંગણી કરવામાં આવી છે..

Related Articles

Back to top button