sabarkathaराष्ट्रीय

રજૂઆતઃ હિંમતનગરમાં ફાયર સ્ટેશનની જગ્યા નહીં બદલાય તો ભવિષ્યમાં આફત સર્જાઇ શકે…

રજૂઆતઃ હિંમતનગરમાં ફાયર સ્ટેશનની જગ્યા નહીં બદલાય તો ભવિષ્યમાં આફત સર્જાઇ શકે...

સામાન્ય રીતે કોઇપણ નાના મોટા શહેર કે તાલુકા જિલ્લામા ફાયર સ્ટેશનની જગ્યા એવા સ્થળે પસંદ કરાય ચે કે જ્યાં તેની આસપાસ ટ્રાફિકની સમસ્યા ના હોય. કેમ કે કોઈ કોલ આવ્યો અને ફાયર સ્ટેશનની આસપાસ જ ટ્રાફિક જામ હોય તો ફાયરના વાહનોને નિકળવામાં અને બનાવના સ્થળે પહોંચવવામાં મોડુ થઇ શકે અને કોઇ મોટી દુર્ઘટના હોય તો અનર્થ થઇ જાય. આવી સીદીસાદી વાત પણ જો સત્તાવાળાઓના મનમાં ન ઉતરે તો કેવુ કહેવાય..!

હિંમતનગરમાં નવુ ફાયર સ્ટેશન બનાવવાનું છે અને હાલમાં જે સ્થળ પસંદ કરવામાં આવય્ છે  ત્યાં ટ્રાફિકની સમસ્યાને લઈને હિંમતનગરમાં ફાયર સ્ટેશનનું સ્થળ બદલવા પાલિકા પ્રમુખને એક જાગૃત સદસ્યે રજૂઆત કરીને સત્તાવાળાઓનું ભવિષ્યની ચિંતા કરીને સ્થળ બદલવા જણાવ્યું છે અને તે એક સારી બાબત કહી શકાય. જો એક સદસ્ય આટલી સાદી સમજ ધરાવતા હોય અને રજૂઆત કરતા હોય તો તેમની વાતને માન્ય રાખવી જોઇએ એવી એક લાગણી જોવા મળી રહી છે.

દરમ્યાનમાં, હિંમતનગર નગરપાલિકા દ્વારા પાલિકાના સર્વે નંબર 3099માં નવુ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન હાથ ધરાયું છે અને તેની જગ્યા પણ નક્કી કરવામાં આવી છે. જો કે  હવે ફાયર સ્ટેશનની જગ્યાનું સ્થળ બદલવા માટે હિંમતનગર પાલિકાના સદસ્ય શશીકાંતભાઈ સોલંકીએ લેખિતમાં પ્રમુખને રજૂઆત કરી હતી.

તેમણે  જણાવાયું હતું કે હાલમાં જે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે ત્યાં ટ્રાફિકની સમસ્યાને લઈ અગવડતા પડે તેમ છે. ઉપરાંત આકસ્મિક કટોકટીના સમયે જરૂર પડશે તે વખતે ફાયરની ગાડીઓ સમયસર ઘટના સ્થળ પર પહોંચી નહીં શકે અને અકસ્માતની પણ સંભાવનાઓ રહેલી છે જેને લઈને વોર્ડ નંબર 5 ના સદસ્ય અન્ય કોઈ જગ્યાએ સ્થળ ફાળવવા માટે માંગ કરી હતી.

Related Articles

Back to top button