sabarkathaराष्ट्रीय

ગ્રામ પંચાયત કમ્પ્યુટર સાહસિક(ઓપરેટર) વીસીઇ દ્વારા માન. ધારાસભ્યશ્રી સમક્ષ રજૂઆત..

ગ્રામ પંચાયત કમ્પ્યુટર સાહસિક(ઓપરેટર) વીસીઇ દ્વારા માન. ધારાસભ્યશ્રી સમક્ષ રજૂઆત..

હિંમતનગર તાલુકા  ગ્રામ પંચાયત કમ્પ્યુટર સાહસિક(ઓપરેટર)મંડળના  પ્રમુખ પરમાર સૈતાનસિંહ અને ઉપપ્રમુખ જગદીશગીરી ગોસ્વામીએ  હિંમતનગરના ભાજપના માન. ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાને એક આવેદનપત્ર આપીને  પોતાની માંગણી રજૂ કરી હતી.

વીસીઇની માંગણીઓ-

કમિશન બેઝ ઇ – ગ્રામ પોલીસી હટાવી ફિક્સ વેતન ( ૧૯૫૦૦ ) સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે . ઇ – ગ્રામ પ્રોજેકટમાં ગ્રામ પંચાયતથી લઇને સચિવાલય સુધી ચાર કેડર છે , ઇ – ગ્રામ પ્રોજેકટ હેઠળ રાજય લેવલ પર ( SLE ) , ડ્રિસ્ટ્રીક લેવલ પર ( DLE ) , તાલુકા લેવલ પર ( TLE ) , ગ્રામ લેવલ પર ( VCE ) આ રીતેની ચાર કેડર ઉભી કરવામાં આવી છે . જેના ડાદ ને અંદાજીત ૫૦૦૦૦ / – , DE ને ૩૧૦૦૦ / – રુ . , અને TE ને ૧૮૦૦૦ / – રુ . જેટલો પગાર ચુકવવામાં આવે છે , જયારે ચોથી કેડર કે જેની ભરતી સરકારી નિતિ નિયમ મુજબ થયેલ છે . એવા VCE ને ૧ ( એક ) રુપિયો પગાર ઘોરણ આપવામાં આવતો નથી . અને નજીવા કમિશન પર કરાવવામાં આવે છે . આ બાબતે સમાનતા હોવી જોઇએ પરંતુ સમાનતાનો ખુલ્લેઆલ ભંગ કરવામાં આવી રહ્યો છે . ૧ ) દરેક ગામની વસ્તી સરખી હોતી નથી જેથી દરેક ગ્રામ પંચાયતમાં વીસીઇની આવક પણ સરખી હોતી નથી જે આવક ( મિશન ) બાબતે અસમાનતા રહેલી છે . તે દુર કરવાની જવાબદારી સોસાયટીની અને પંચાયત વિભાગની છે . પરંતુ આ બાબતે સરકારશ્રી અને પંચાયત વિભાગે મુલ્યાંકન કરવુ જોઇતુ હતુ અને સમાનતા લાવવા માટે યોગ્ય નિતિ બનાવવી જોઇએ તે બાબતે પંચાયત વિભાગે કોઇ પગલા ભરેલા નથી. .

સરકારે આ બાબતે મુલ્યાંકન કરવુ જોઇએ અને તમામ બાબત પર વિચારણા કરીને વીસીઇની કામગીરી અને આવક બન્ને બાબતે મુલ્યાંકન કરતા ઇ – ગ્રામ પોલિસીમાં ફેરબદલ કરીને પગાર આપવા બાબતે યોગ્ય પગલાં ભરવા જોઇતા હતા પરંતુ ઇ – ગ્રામ ચેરમેનશ્રી જે હોદાની રુએ ( મુખ્ય મંત્રીશ્રી ) દ્વારા કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી . સરકારશ્રીએ નાના ગામડા , મધ્યમ ગામડા , મોટા ગામડાની કામગીરી અને આવક ( કમિશન ) બાબતે યોગ્ય અહેવાલ તૈયાર કરીને સમાનતા લાવવા માટે પગલા ભરવા જોઇએ એ ભરાયા નથી , નાના ગામડામાં ૨૦૦૦ થી ૩૦૦૦ , મધ્યમ ગામડામાં ૪૦૦૦ થી ૬૦૦૦ , અને મોટા ગામડામાં ૭૦૦૦ થી ૮૦૦૦ જેટલુ માંડ મિશન મળતુ હોય છે . ૨૦૦૭ થી ૨૦૨૨ સુધીમાં ઇ – ગ્રામ સોસાયટીએ Sle , ble , The જેને પગાર ધોરણ અને લાભો આપવામાં આવે છે . એમનો પગાર વધારીને ૧૮૦૦૦ થી ૫૦૦૦૦ સુધી કર્યો પણ વીસીઇ આજે પણ ૨૦૦૭ માં હતો ત્યાં જ ઉભો છે . ના કોઇ પગાર થયો કે ના કોઇ મિશનમાં વધારો થયો . ૨ ) સરકારશ્રી સાથે ૧૬ વર્ષથી સળંગ કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને વર્ગ -૩ માં સમાવવા જોઇએ.

 

Related Articles

Back to top button