sabarkathaराष्ट्रीय
પ્રાંતિજઃ મકાનની દિવાલ ધરાશાયી, 4 જણાંનો આબાદ બચાવ..
પ્રાંતિજઃ મકાનની દિવાલ ધરાશાયી, 4 જણાંનો આબાદ બચાવ..
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમા આવેલ દલિજના મહોલ્લામા આવેલ એક મકાનની દિવાલ ધરાશાયી થઇ હોવાના અહેવાલ છે.
વિગતે જોઇએ તો, સવારે સાત વાગતાના મકાનના પાછળના ભાગની દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશયી થઈ તે સમયે ધરમા રહેતા ચારેય સભ્યો ઘરની બહાર હોવાથી મોટી જાનહાની ટળી હતી.
મકાન માલિક સહિત પરિવારના સભ્યો ઘરની બહાર હોવાથી ચારેયનો આબાદ બચાવ થયો હતો. જો કે, દિવાલ ધરાશાયી થતા તેનો કાટમાળ સ્વામિનારાયણ મંદિરના પાછળના ચોકમા પડયો હતો.
મકાન સુનીલભાઇ કાંતિભાઇ શાહનું હોવાનું જાણવા મળે છે અને તેમના મકાનની પાછળના ભાગની દિવાલ ધરાશાયી થઈ હતી.




