sabarkathaराष्ट्रीय
પોલીટીક્સઃ સરકારી કર્મીએ ચૂંટણી પ્રચારમાં ભાગ લેતા હોબાળો મચી ગયો…
પોલીટીક્સઃ સરકારી કર્મીએ ચૂંટણી પ્રચારમાં ભાગ લેતા હોબાળો મચી ગયો...
સામાન્ય રીતે કોઇપણ સરકારી કર્મચારી ચૂંટણીમાં કોઇપણ રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં હાજરી આપી શકે નહીં. પરંતુ સાબરકાંઠામાં વિજયનગર સાબરકાંઠા મધ્યસ્થ બેંકનો એક સરકારી કર્મચારી ચાલુ નોકરીએ કોંગ્રેસના કાર્યક્રમમાં હાજર રહેતા હોબાળો મચી ગયો હતો.
વિગતે જોઇએ તો, પરોસડા બેંકનો સરકારી કર્મી કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીના પ્રચાર કાર્યક્રમમાં હાજર રહ્યો હતો અને આ અંગેનો વિડીઓ વિજયનગર તાલુકાના ગ્રુપમાં વાઈરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો.
આમ વિવિધ ગ્રુપમાં વિડીઓ વાઈરલ થતા ભારે હોબાળોની વચ્ચે આ કર્મીની સામે પગલા લેવા માંગણી કરવામાં આવી છે.




