પોલીટીક્સઃ ભીખાજી ઠાકોર કહે છે- તેઓ ચૂંટણી લડવાના નથી અને તેઓ ભાજપની સાથે જ છે…
પોલીટીક્સઃ ભીખાજી ઠાકોર કહે છે- તેઓ ચૂંટણી લડવાના નથી અને તેઓ ભાજપની સાથે જ છે...
સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યા બાદ પ્રથમ નિવેદનમાં જાહેર કર્યું છે કે તેઓ ભલે ચૂંટણી લડવાના નથી તેમ છતાં તેઓ ભાજપની સાથે છે. અને ભાજપ છોડવાના નથી.
તેમનું નામ જાહેર થાય બાદ તેમની જ્ઞાતિને લઇને ભાજુપમાં જ તેમના વિરોધીઓ દ્વારા પત્રિકા યુધ્ધ શરૂ કરવામાં આવ્યું હતું અને રજૂઆતો કરવામાં આવી હતી કે તેઓ ડામોર છે, ઠાકોર નથી.. આ વિવાદને વધુ વેગ મળે તે પહેલાં ભીખાજીએ પોતે જ જાહેર કર્યું કે, તેઓ અંગત કારણસર ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યાં છે…
વિગતે જોઇએ તો, હિંમતનગરમા અગ્રણીઓને મળવા ભીખાજી ઠાકોર પહોંચ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં ભાજપના હોદ્દેદારો આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી,. અને કહ્યું હતું કે, તેઓ ભાજપના સાથે છે અને ભાજપના સાથે રહિશ.નોંધનીય છે કે, ભાજપના ઉમેદવાર તરિકે જાહેર થયાં બાદ ઠાકોર કે ડામોર નાં મુદ્દે ભીખાજી ઠાકોર ચર્ચામાં હતા…




