sabarkathaराष्ट्रीय
વડાલીના કંબોસણી નજીક કોઇ અજાણ્યા પુરૂષની લાસ મળતા પોલીસ દોડતી થઇ…
વડાલીના કંબોસણી નજીક કોઇ અજાણ્યા પુરૂષની લાસ મળતા પોલીસ દોડતી થઇ...
સાબરકાંઠામાં વધુ એક લાશ મળી આવતા ચકચાર જાગી છે. કોઇ અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે.
વિગતે જોઇએ તો, વડાલી તાલુકાના કંબોસણી ગામ પાસેના અવાવરી ઝાડી ઝાંખરાવાળી જગ્યામાંથી લાશ મળી હતી.
ત્યાંથી પસાર થતાં કોઇ રાહદારીએ વડાલી પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસ દ્વારા લાશને વડાલી આરોગ્ય કેન્દ્રના પોસ્ટમોર્ટમ વિભાગમાં મૂકી દેવાઈ છે. અને લાશની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.
મૃતક પુરુષ ક્યાંનો છે અને તેના મોતની પાછળના તથ્યો બાબતે વડાલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




