राष्ट्रीयઅરવલ્લી

બાયડમાં બિલ્ડરે જમીન પચાવી પાડી હોવાના મામલે આત્મવિલોપનનો પ્રયાસ….પોલીસે બચાવ્યો..

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા...

અરવલ્લી જિલ્લામાં જમીનના મામલે એક વ્યક્તિ દ્વારા કેરોસીન છાંટીને આત્મવિલેપનો ચોંકાવનારો પ્રયાસ થયો હતો. જો કે પોલીસની સમયસરની દરમ્યાનગીરીને કારણે તેમને બચાવી લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

વિગતે જોઇએ તો, જિલ્લાના બાયડના રામનું તળાવ વિસ્તારના દિનેશ ચૌધરી નામના ખેડૂતનો આક્ષેપ છે કે, સ્થાનિક બિલ્ડર દ્વારા કરવામાં આવતા બાંધકામમાં તેની માલિકીની જમીન પચાવી પાડવા માટે સરકારી પોલીસ બંદોબસ્ત સાથે આજે કામગીરી શરૂ કરાવી હતી.

તેઓએ સરકારી તંત્રમાં પણ પુરાવા સાથે જણાવ્યું હોવાનું પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ કોઈ ન્યાય ના મળ્યો હોવાના આક્ષેપ સાથે આજે પોતાના ખેતરમાં શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

જો કે સ્થળ પર તાત્કાલિક બાયડ પોલીસ પહોંચી જતા આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

Related Articles

Back to top button