sabarkathaराष्ट्रीय

ખેડબ્રહ્મામાં યુવતીને માનસિક રીતે હેરાન કરતા બે રોમિયો સામે પોલીસે ગુનો નોંધાયો

ખેડબ્રહ્મામાં યુવતીને માનસિક રીતે હેરાન કરતા બે રોમિયો સામે પોલીસે ગુનો નોંધાયો

ખેડબ્રહ્મા નવા મારવાડામાં રહેતી એક યુવતીનું બે રોમિયો છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પીછો કરી બિભસ્ત ઇશારા કરતા હતા ત્યારબાદ ચપ્પુની અણી પર આવી ગાડીમાં બેસવા મજબૂર કરતા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે  યુવતીએ બંને રોમિયો વિરુદ્ધ ખેડબ્રહ્મામાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

નવા મારવાડામાં રહેતી 25 વર્ષે યુવતીને અમિત નટ નામનો યુવક તેની પાસે ઉભો રહી ગંદા ઈશારા કરતો હતો. બાદમાં અમિત નટ યુવતી બજારમાં જાય ત્યારે તેની પાછળ તેની ગાડી લઈને આવીને ઉભો રહી ઇશારા કરતો હતો.

વધુમાં તેના મિત્ર દક્ષ પ્રજાપતિને પહેલા રેકી કરવા યુવતીના ઘર આસપાસ તેના ભાઈઓ ઘરે છે કે કેમ અથવા તેમની ગાડી ઘરે પડેલ છે કે કેમ તે જોવા મોકલતો હતો અને દક્ષ પ્રજાપતિ ઘર પાસે આવી રેકી કરતો અને નજીકના ઘર ઉભો રહીને અમિતને ફોન કરી બોલાવી લેતો હતો

યુવતીના ભાઈઓ અમિત નટ ને કહેવા જતા તારી સામે પોલીસમાં ફરિયાદ કરીશ તેમ કહેતા અમિત યુવતીને ધમકાવતો હતો એક મહિના પહેલા યુવતી એકટીવા લઇ શાકભાજી લેવા લક્ષ્મીપુરા ચાર રસ્તા ગઈ હતી તે સમયે કાર લઈને પાસે આવીને ઊભો રહેલો અને કારનો કાચ ખોલી ચપ્પુ બતાવીને ગંદા ઈશારા કરતો હતો

આ બનાવના દસ દિવસ બાદ યુવતીના ભાભી શાકભાજી લેવા જતા હતા તે સમયે નવા મારવાડાની બહાર નીકળવાના રસ્તા પર અમિત તેના મિત્ર દક્ષ સાથે તેની ગાડી નંબર G.J 09 B.J.0545 લઈ આવી activa ની એકદમ સામે આવી તેની રોડની વચ્ચોવચ ગાડી ઉભી કરી દીધી હતી.

અમિત અને દક્ષ ગાડીની બહાર નીકળી અને તે મોટું ચપ્પુ બતાવીને કહ્યું કે એકટીવા પરથી ઉતર… અમિત નટ યુવતીનો હાથ જોરથી ખેચી ગાડીમાં બેસાડવા ખેંચતો હતો અને કહેતો હતો કે ચાલ, મારી ગાડીમાં બેસી જા નહીં તો આજે તને જીવતી નહીં છોડુ અને તું મારી સાથે નહીં ચાલે તો તને અને તારા ભાઈઓનો હું મારી ગાડીથી ઉડાડી દઈશ…. અને જો તારા ભાઈઓને 20 થી 25 લાખ રૂપિયા જોઈતા હોય તો હું આપી દઈશ…. તું મારી સાથે ચાલ….. જેથી યુવતીએ બૂમા બુમ કરતા રોડ ઉપર આવતા જતા માણસો આવી જતા અમિત અને તેનો મિત્ર દક્ષ ત્યાંથી જતા રહ્યા હતા

સમગ્ર મામલે કંટાળેલી યુવતીએ અમિત વર્ધમાનભાઈ નટ રહેઠાણ-.રામદેવપીર મંદિર સામે લક્ષ્મીપુરા ચાર રસ્તા અને દક્ષ સુખજીભાઈ પ્રજાપતિ . રહેઠાણ- લક્ષ્મીપુરા ચાર રસ્તા,, ખેડબ્રહ્મા સામે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હેરાન પરેશાન કરતા હોય બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી

Related Articles

Back to top button