गुजरातराष्ट्रीय

પોલીસઃ 24 કલાક નહીં પણ 7-7 દિવસ સુધી આરોપીઓને વગર વાંકે પૂરી રાખ્યા…મામલો કોર્ટમાં..

પોલીસઃ 24 કલાક નહીં પણ 7-7 દિવસ સુધી આરોપીઓને વગર વાંકે પૂરી રાખ્યા...મામલો કોર્ટમાં..

નળસરોવર પોલીસ દ્વારા નિર્દોષ વ્યક્તિઓને 7 દિવસ ગોંધી રા ખી માર મારવાના બનાવમાં 4 પોલીસ કર્મચારી વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદ કોર્ટે  દાખલ કરી છે. આ ગંભીર બનાવની હાઇકોર્ટે લીધેલી નોંધ અને હસ્તક્ષેપના પરિણામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બનાવની ટૂંકમાં હકીકત એવી છે કે, નળસરોવર પોલીસ દ્વારા ચોરીના ગુન્હામાં શંકાના આધારે પકડેલા નિર્દોષ ઈસમોને 7 દિવસ ગોંધી રાખવામાં આવ્યાં હતા અને તેઓના ગુપ્તાંગો પાર વીજળીના શોટ આપી ઢોરમાર મારવામાં આવ્યો  હતો

આ અંગે નિર્દોષ ઈસમોએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જાણીતા વિદ્વાન એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટે પિટિશન દાખલ કરેલ હતી . જેની સુનાવણી હાઇકોર્ટ દ્વારા હાથ પર લેતા .રજુ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લઇ તેમજ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અમદાવાદ રૂરલ કોર્ટના ડીસ્ટ્રીકટ જજ સાહેબને તપાસ કરી રિપોર્ટ જમા કરવાનો હુકમ કરેલો હતો

જેથી હાઇકોર્ટે લીધેલ ગંભીરતાના પરિણામે સાણંદ કોર્ટે પુરાવાને ધ્યાને લઇ ને નળસરોવર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી નામે, હેડ કોન્સ્ટેબલ – રણજિત વલા ભાઈ – બક્કલ નંબર 1259, કોન્સ્ટેબલ – લાભુ ભાઈ પ્રભુભાઈ – બક્કલ નંબર -1114, કોન્સ્ટેબલ- પ્રતાપભાઈ ભયરામ ભાઈ – બક્કલ નંબર -14 અને અશોકભાઈ મેલાભાઈ – બક્કલ નંબર -2767 સામે આઈ પી સી ની કલમ 323,114 મુજબ ગુન્હો નોંધવા માટે સાણંદ કોર્ટ દ્વારા હુકમ કરવા મા આવેલો છે .

Related Articles

Back to top button