राष्ट्रीय

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સામે કર્ણાટકમાં નોંધાઇ પોલીસ ફરિયાદ, હાજર થવા સમન્સ…….

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સામે કર્ણાટકમાં નોંધાઇ પોલીસ ફરિયાદ, હાજર થવા સમન્સ.......

કર્ણાટક પોલીસે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને આઈટી સેલના અમિત માલવિયાને સમન્સ પાઠવ્યું છે. પોલીસે તેમને બેંગલુરુ હાઈગ્રાન્ડ પીએસ સમક્ષ સાત દિવસની હાજર થવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગસ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને x પર એક પોસ્ટ કરવામાં આવી હતી.

ચૂંટણી પંચે મંગળવારે xને નિર્દેશ આપ્યો હતો કે તેઓ બીજેપી દ્વારા કોંગ્રેસ અને મુસ્લિમોને ટાર્ગેટ કરતો વીડિયો હટાવી લે. બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી ખતરામાં હોવા અંગેની ટિપ્પણી કરી હતી. ખડગેએ આ અંગે સોશિયલ મીડિયા x પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જ મિત્રો પર ટિપ્પણી કરવા લાગ્યા છે, તે જ લોકસભાની ચૂંટણીના પરિણામનો એક ચિતાર છે.

ખડગેએ વધુમાં કહ્યું કે સમય બદલાઈ રહ્યો છે. મિત્રો હવે મિત્રો રહ્યાં નથી. આજે લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાના મતદાન પછી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ પોતાના મિત્રો પર હુમલો કર્યો છે. તેની પરથી સ્પષ્ટ કહી શકાય કે તેમની ખુરશી ખતરામાં છે અને આ જ લોકસભાની ચૂંટણીના પરિણામનો વાસ્તવિક ટ્રેન્ડ છે.

Related Articles

Back to top button