राष्ट्रीय
પીકઅપ વાન 20 ફુટ ખીણમાં પડી…, 17 આદિવાસીઓના મોત…તેંદુપત્તા લઇને આવી રહ્યાં હતા
પીકઅપ વાન 20 ફુટ ખીણમાં પડી..., 17 આદિવાસીઓના મોત...તેંદુપત્તા લઇને આવી રહ્યાં હતા
છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં સોમવારે થયેલા રોડ અકસ્માતમાં 17 લોકોનાં મોત થયા છે. જ્યારે 10થી 13 લોકોને ઈજા થઈ છે.
બૈગા આદિવાસી પારંપારિક તેંદૂપત્તા લઈને પરત ફરી રહ્યાં હતા ત્યારે આ ઘટના ઘટી હતી. બહપાની વિસ્તારની પાસે પીકઅપ વાન 20 ફુટ ઉંડી ખીણમાં જઈને પડી હતી, જેમાં 17 લોકોનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.
જ્યારે અન્ય લોકોને ઈજા થઈ છે. પિકઅપમાં 27થી 30 લોકો સવાર હતા. આ તમામ લોકો કુઈના રહેવાસી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલો પંડરિયાના કુકદૂરનો છે.




