sabarkathaराष्ट्रीय

જિલ્લા ભાજપ મોરચાની બેઠકમાં રજૂ થયો કામગીરી અહેવાલ, 7મીએ મેડિકલ કેમ્પનું આયોજન

જિલ્લા ભાજપ મોરચાની બેઠકમાં રજૂ થયો કામગીરી અહેવાલ, 7મીએ મેડિકલ કેમ્પનું આયોજન

સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુસુચિત.જાતિ મોરચાની જિલ્લા કારોબારી હિંમતનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી દેવેનભાઈ વમાઁની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી..

મોરચાના જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પરમારે સ્વાગત પ્રવચન તથા મોરચાની કામગીરીનો અહેવાલ તેમજ 7 ફેબ્રુઆરીએ જાદર ખાતે યોજાનાર મેડીકલ કેમ્પ વિશે માહીતી આપી હતી.. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, પ્રદેશ મોરચાના ઉપપ્રમુખ નટુભાઈ પરમાર, પ્રભારી કેવલભાઈ વણકરે પણ આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં મહામંત્રી શ્રી જગદીશભાઈ સોલંકી, ભાનુપ્રસાદ દેસાઈ, વષાઁબેન વણકર, પાથઁભાઈ પરમાર, દશરથભાઈ પરમાર,  કૈલાશબેન ચૌહાણ,  હસમુખભાઇ તીરગર, મુકેશભાઈ પંડ્યા, દિનેશભાઈ વણકર, અનિલભાઈ વણકર તથા હોદ્દેદારો, કાયઁકરો હાજર રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં નવા મહિલા કાયઁકરો તથા આગેવાનોને પક્ષમાં જોડવામાં આવેલ હતા. મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડના પસંદગી સમિતિના સદસ્ય તરીકે દેવેનભાઈ વમાઁ તથા શ્રેષ્ઠ પ્રભારી કેવલભાઈ વણકરની પસંદગી થતા તેમનુ વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button