राष्ट्रीय

પંજા હૈ કી માનતા નહીઃ કોંગ્રેસવાળા નહીં સુધરે…ફરીથી મોદીજીની બદનામી કરી…..

પંજા હૈ કી માનતા નહીઃ કોંગ્રેસવાળા નહીં સુધરે...ફરીથી મોદીજીની બદનામી કરી.....

નવી સંસદમાં વિશેષ સત્રની કાર્યવાહી સમાપ્ત થઈ ચૂકી છે. ત્યારબાદ કોંગ્રેસ નેતાએ જૂની સંસદની સરખામણીમાં નવી સંસદની ડિઝાઈનમાં અનેક ખામીઓ હોવાનો દાવો કર્યો છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, જૂની સંસદની સરખામણીમાં નવી સંસદમાં ન તો સભ્યો વચ્ચે વાતચીત અને આદાનપ્રદાન માટે જગ્યા છે અને ન તો કર્મચારીઓને કામ કરવાની સુવિધા મળી રહી છે.

તેમણે એમ પણ કહ્યું કે, 2024માં સરકાર બદલાયા બાદ નવી સંસદ ભવનના ઉપયોગનો શ્રેષ્ઠ રસ્તો શોધવામાં આવશે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, જે રીતે નવી સંસદ ભવનનું ઉદઘાટન મોટા પ્રચાર પ્રસાર સાથે કરવામાં આવ્યું હતું તે પીએમ મોદીના ઉદ્દેશ્યને સાકાર કરનારું છે. નવી સંસદનું નામ મોદી મલ્ટિપ્લેક્સ હોવું જોઈએ. 4 દિવસની કાર્યવાહી બાદ મેં જોયું છે કે સંસદમાં એકબીજા સાથે સંવાદની જગ્યા નથી બચી.

જયરામ રમેશે કહ્યું કે, જો આર્કિટેક્ચર લોકતંત્રને મારી શકે છે તો પીએમ મોદીઓ લખ્યા વગર સંવિધાનને ખતમ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. નવી સંસદમાં સભ્યો વચ્ચેના અંતરનો દાવો કરતા રમેશે કહ્યું કે, અહીં બેઠેલા સભ્યોને એકબીજાને જોવા માટે દૂરબીનની જરૂર પડે છે કારણ કે હોલ બિલકુલ પણ આરામદાયક નથી.

જૂની સંસદ ભવનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જૂની સંસદમાં પોતાની એક અલગ જ સુંદરતા હતી. ત્યાં સભ્યો વચ્ચે સંવાદની સુવિધા પણ હતી. બંને સદનો સેન્ટ્રલ હોલ અથવા સંસદના કોરિડોરમાં ફરવું પણ સરળ હતું.

Related Articles

Back to top button