sabarkathaराष्ट्रीय
બીજાઓને સાતમા પગાર પંચનો લાભ તો અમને કેમ નહીં..રોજમદારોનો વેધક સવાલ..
રિપોર્ટર:રાહુલ સિંહલ…….
જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં વનવિભાગના રોજમદાર તરીકે કામ કરતા મજૂરોએ વન મજૂર મંડળ દ્વારા રેલી યોજી માંગણીઓ પૂરી કરવા બાબતે અપીલ કરીને કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું .આવેદનપત્રમાં તેમણે પોતાની 10 માંગણીઓનો ઉલ્લેખ કર્યો છે અને 1998 માં કરેલા ઠરાવ અને કોર્ટને આપેલા ચુકાદાને આમલ કરી રોજમદારોને કાયમી કરવામાં આવ્યા છે પણ હજુ સુધી તેમને કોઈ પણ પ્રકારના લાભો સરકાર દ્વારા આપવામાં આવતા નથી.
જ્યારે અન્ય કર્મચારીઓને 2016 માં કરેલા ઠરાવને ધ્યાનમાં રાખી સાતમા પગાર પંચનો લાભ આપેલા છે. હિંમતનગરમાં વનવિભાગના રોજમદાર તરીકે કામ કરતા મજૂરો દ્વારા રેલી યોજી માંગણીઓની કરવામાં આવી છે. આવેદનપત્ર જેમાં તેમણે પોતાની 10 માંગણીઓનો ઉલ્લેખ કર્યો છે અને 1998માં કરેલા ઠરાવ અને કોર્ટને આપેલા ચુકાદો ટાંક્યો છે.




