गुजरातराष्ट्रीय

રામ પટેલના મુવાડા ખાતે સામાજિક ઉપદેશની સાથે લોક ડાયરાનું આયોજન….

અહેવાલ:એચ.પી .દરજી...

માનવ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામ પટેલના મુવાડા ખાતે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું.

વિગતે જોઇએ તો, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામ પટેલના મુવાડા ખાતે માનવ એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એચપી દરજી દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી માનવ એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા તારીખ 12 6 2024ના રોજ લોક ડાયરોનું આયોજન કરાયું, જેમાં શૌર્ય ગીત, દેશભક્તિના ગીતો સાથે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોક ડાયરામાં  નગરજનો તેમજ બાળકો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ ડાયરાની મોજ માની હતી માનવ એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એચપી દરજી તેમજ ટ્રસ્ટના સભ્યો પણ આ કાર્યક્રમ માં હાજરી આપી હતી.

Related Articles

Back to top button