sabarkathaराष्ट्रीय

ABVP સાબરકાંઠા દ્વારા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ

જીજ્ઞેશ સોની

સૂત્રોચ્ચાર કરનારા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત રાજ્યમાં ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોના ભાવિ અંધકારમય બન્યાનો દાવો

હિંમતનગર:અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા દ્વારા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અગાઉ જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. પરંતુ કોઈ ઉકેલ ન આવતા આજે કલેકટર કચેરી ખાતે આવેદન આપીને જવાબ માગ્યો હતો. જિલ્લા કલેકટરની કચેરી બહાર એબિવિપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જે દરમિયાન કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ટેટ -ટાટ પાસ કરેલ ઉમેદવારોની 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેનાથી રાજ્યમાં ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોના ભાવિ અંધકારમય બન્યા છે અને સરકારના આ નિર્ણય સામે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હિંમતનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Related Articles

Back to top button