માલપુર અંધારી વાડી વિસ્તારમાં દૂધ પાર્લર પર દૂધ લેવા ગયેલ બાઇકસવારના 1 લાખ રૂપિયાની ઉઠાંતરીની ચોંકાવનારી ઘટના બની છે.
વિગતે જોઇએ તો, સોનિકપુર ગામના ડાહ્યાભાઈ પટેલના બાઇક પરથી નાણાંની ચોરી થઇ છે. અને સમગ્ર ઘટનાના ફૂટેજ પાર્લરના સીસીટીવીમાં સામે આવ્યા છે. જેમાં બાઇક પરથી થેલીની ઉઠાંતરી કરતો યુવક સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ અંગે સમગ્ર બાબતે માલપુર પોલીસે તાકીદે તપાસ હાથ ધરી છે.




