ઝુમકા નહીં, ઝુમ્મર ગિરા હોટેલ મેં…કન્યાના ભાઇને વાગ્યુ અને હવે ભરવા પડશે અઢી લાખ…
ઝુમકા નહીં, ઝુમ્મર ગિરા હોટેલ મેં...કન્યાના ભાઇને વાગ્યુ અને હવે ભરવા પડશે અઢી લાખ...
મુંબઈના સહારા સ્થિત જાણીતી જેડબલ્યૂ મેરિયટ હોટલે કન્ઝ્યુમર કમીશનના નિર્દેશ પર એક વ્યક્તિને 2.7 લાખ રૂપિયા વળતર પેટે ચુકવવા પડશે. કમીશને વેસ્ટ દાદર ખાતે રહેતી કિમ્બરલી ડાયસની ફરિયાદ પર સુનાવણી દરમિયાન આ ચુકાદો સંભળાવ્યો છે. તેણે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે ઓક્ટોબર 2021માં મારા મંગેતરે જેડબલ્યુ મેરિયટનો સંપર્ક કર્યો હતો અને 2 જાન્યુઆરી 2022ના રોજ થનારા અમારા લગ્ન સમારંભ માટે તેનો ગ્રાન્ડ બોલરૂમ બુક કર્યો હતો. અમે મેરિયટને 7,25,847 રૂપિયા ચુકવ્યા હતા. જેનું બિલ અમારી પાસે છે.
કિમ્બર્લી ડાયસે પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘અમારા લગ્નના દિવસે JW મેરિયટના ગ્રાન્ડ બૉલરૂમમાં એક મોટી ઘટના બની હતી, જ્યારે ઝુમ્મર છત પરથી તૂટીને ફ્લોર પર પડી ગયું હતું અને તેના ટુકડા થઈ ગયા હતા. આ કારણે ઉજવણીનો પ્રસંગ અમારા માટે દુઃસ્વપ્ન બની ગયો. ડાયસના જણાવ્યા અનુસાર, બાળકો સહિત મોટાભાગના મહેમાનો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ તેનો પોતાનો ભાઈ અકસ્માતમાં ઘાયલ થયો હતો. આ સિવાય તેણે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, ‘મહેમાનો માટે બુક કરાયેલા રૂમની હાલત ખરાબ હતી. કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
બધી ગોઠવણ યોગ્ય રીતે કરવા માટે, મારા પતિએ લગ્નની વિધિ પૂરી કરીને ચર્ચથી હોટેલમાં ઉતાવળ કરવી પડી.ડાયસે આ તમામ મુદ્દા ઉઠાવ્યા પછી, JW મેરિયટે કથિત રીતે 17 જાન્યુઆરી, 2022ના રોજ તેમને એક ઈમેલ લખ્યો હતો, જેમાં તેણે રૂ. 1 લાખની રકમ પરત કરવાની ઓફર કરી હતી. જો કે, તેણે આ વાત સ્વીકારી ન હતી અને હોટલને કાનૂની નોટિસ મોકલીને ચૂકવેલી સંપૂર્ણ રકમ પરત કરવાની માંગ કરી હતી. ડાયસની ફરિયાદ મળતાં, ઉપભોક્તા પંચે JW મેરિયટને નોટિસ પાઠવી હતી, જો કે, હોટેલ વતી કોઈ હાજર થયું ન હતું કે કિમ્બર્લી ડાયસના દાવાનો વિરોધ કર્યો ન હતો.
ત્યારપછી કમિશને હોટેલ અને કિમ્બર્લી ડાયસ વચ્ચેની ઈમેલ ચેટ્સનો અભ્યાસ કર્યો અને આ રીતે સ્વીકાર્યું કે મેરિયોટે તેની જવાબદારી સ્વીકારી છે અને વધુમાં નિષ્કર્ષ પર આવ્યો કે હોટેલે સેવામાં ઉણપ કરી છે અને તે નબળી સેવા માટે દોષિત છે.કન્ઝ્યુમર કમિશને તારણ કાઢ્યું હતું કે, ‘ફરિયાદી કિમ્બર્લી ડાયસ તેના દાવા માટે હકદાર છે, પરંતુ માત્ર આંશિક રીતે.




