નવી દિલ્હીઃ સુમધુર સૂરાવલિઓના સૂર સાથે બીટીંગ રીટ્રીટ સેરેમની સમાપ્ત થઇ…..
નવી દિલ્હીઃ સુમધુર સૂરાવલિઓના સૂર સાથે બીટીંગ રીટ્રીટ સેરેમની સમાપ્ત થઇ.....
દેશની રાજધાના નવી દિલ્હીમાં વિજય ચોક ખાતે આજે બીટીંગ રીટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું , આ કાર્યક્રમ સાથે દેશના સ્વતંત્રતા પર્વની સમાપ્તિ થતી હોય છે. તેથી સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ અવસરે આર્મી, નેવી, એરફોર્સ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ના મ્યુઝિક બેન્ડ દેશના પ્રતિષ્ઠિત પ્રેક્ષકો માટે 31 મધુર અને ડાન્સેબલ ભારતીય ધૂન વગાડી હતી. તેમજ રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સામાન્ય જનતા હાજર રહી હતી.
બીટીંગ રીટ્રીટ સેરેમનીનો પ્રારંભ સામૂહિક બેન્ડ દ્વારા ‘શંખનાદ’ સાથે કરવામાં આવશે. આ પછી પાઇપ અને ડ્રમ બેન્ડ દ્વારા વીર ભારત, સંગમ દૂર, દેશ કા સરતાજ ભારત, ભાગીરથી અને અર્જુન જેવી મોહક ધૂન રજૂ કરવામાં આવશે. CAPF બેન્ડ ભારત કે જવાન અને વિજય ભારતનું સંગીત વગાડશે. બીટીંગ રીટ્રીટ કાર્યક્રમ લોકપ્રિય ટ્યુન સારે જહાં સે અચ્છા સાથે સમાપ્ત થશે.
CAPF બેન્ડ ભારત કે જવાન અને વિજય ભારતનું સંગીત વગાડશે. બેન્ડ દ્વારા વગાડવામાં આવેલી ધૂનમાં ટાઇગર હિલ, રાયસીનામાં આનંદ અને સ્વદેશી એરફોર્સનો સમાવેશ થાય છે. આ પછી, પ્રેક્ષકો નેવલ બેન્ડને INS વિક્રાંત, મિશન ચંદ્રયાન, જય ભારતી અને હમ નારાયણ હૈ અને બીજા ઘણા જેવી ધૂન વગાડતા જોઈને આનંદ થયા હતા.
આ પછી, આર્મી બેન્ડ આવશે, જે ફૌલાદ કા જીગર, અગ્નિવીર, કારગિલ 1999 અને તકતા વતન સહિત અન્ય સંગીતનાં કાર્યક્રમો રજૂ કર્યા હતા.
આ પછી, સામૂહિક બેન્ડ કદમ કદમ બધાયે જા, આયે મેરે વતન કે લોગ અને ડ્રમર્સ કોલની ધૂન વગાડી હતી. બીટીંગ રીટ્રીટ કાર્યક્રમ લોકપ્રિય ટ્યુન સારે જહાં સે અચ્છા સાથે સમાપ્ત થશે.
મંત્રાલયના નિવેદન અનુસાર, મુખ્ય ઓપરેટર લેફ્ટનન્ટ કર્નલ વિમલ જોશી સમારોહનું સંચાલન કરશે. આ સિવાય આર્મી બેન્ડના કંડક્ટર સુબેદાર મેજર મોતીલાલ હશે. MCPO MUS II M એન્ટની અને વોરંટ ઓફિસર અશોક અનુક્રમે નેવી અને એરફોર્સની કમાન્ડિંગ કરશે. કોન્સ્ટેબલ જીડી રાણીદેવી CAPF બેન્ડના સંચાલિકા હશે. બ્યુગલ વગાડતા લશ્કરી કલાકારો નાયબ સુબેદાર ઉમેશની આગેવાની હેઠળ અને સુબેદાર મેજર રાજેન્દ્રની સૂચના મુજબ પાઇપ્સ અને ડ્રમ બેન્ડ પરફોર્મ કરશે.




