વડાલીમાં પાણીની તીવ્ર તંગી વચ્ચે નપાના સત્તાધીશોનો ઘેરાવ…
વડાલીમાં પાણીની તીવ્ર તંગી વચ્ચે નપાના સત્તાધીશોનો ઘેરાવ...

પાની રે પાની તેરા રંગ કૈસા…એમ જો કોઇ પૂછે તો તેમને વડાલીના નગરપાલિકાના પદીધિકારીઓના ચહેરાનો રંગ જોવા કહેવુ જોઇએ કેમ કે પાણીની તંગીના મુદ્દે વડાલીની જળપિડિત મહિલાઓએ નપાના પ્રમખ અને ચીફ ઓફિસરોનો ઘેરા કર્યો ત્યારે તેમના ચહેરાના રંગ બદલાઇ ગયા હશે….કેમ કે જવાબ શું આપવો…..કેમ પાણીની તંગી સર્જાઇ….તો તેનો જવાબ તો આપવો પડે ને…પણ તેમની પાસે હાં…હાં..પગલા ભરી રહ્યાં છે જલ્દી સમસ્યા હલ થઇ જશે એમ કહેવા સિવાય બીજો કોઇ ઉપાય નહીં હોય…
વાત સાબરકાંઠાના વડાલીની છે.વડાલીની મહિલાઓને રણચંડી બનવુ પડ્યું કેમ કે ઉનાળાની ગરમીમાં પીવાના પાણી વગર વલખાં ક્યાં સુધી મારવા…કહી કહીને થાક્યા પણ ન માન્ય એટલે છેવટે પીવાના પાણી મુદ્દે હોબાળો મચાવ્યો અને નગરપાલિકાના મુખ્ય ગણાચા અધિકારી ચીફ ઓફિસર અને પ્રમુખનોં ઘેરાવો. કર્યો હતો.. . જો કે ઘટનાની જાણ થતા વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાઓને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો.
યાદ રહે કે સાબરકાંઠના આ મહત્વના શહેર વડાલીમાં .છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા પ્રવર્તી રહી છે. નગરપીલિકાના સત્તાધીશો સમક્ષ અનેકવાર રજૂઆતો છતાં ઉકેલ ના આવે તો મહિલાઓ શું કરે…..એટલે ત્યારબાદ પીવાના પાણી મુદ્દે મહિલાઓ રોડ ઉપર ઉતરી આવી ત્યારે પાલિકાને સંજાયું હશે કે પાણીની સમસ્યા કેટલી છે,.હવે તેમણે વહેલામાં વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ, એવી એક લાગણી જોવા મળી રહી છે..




