sabarkathaराष्ट्रीय

એસિડ પીને જીવન ટૂંકાવનાર યુવાનનું રહસ્ય અકબંધ…

એસિડ પીને જીવન ટૂંકાવનાર યુવાનનું રહસ્ય અકબંધ...

સાબરકાંઠામાં એસિડ પીને એક યુવાને જીવન ટૂંકાવ્યું હોવાની કરૂણ ઘટના બની છે..

વિગતે જોઇએ તો, આઈડિયા અને વોડાફોનનાં આશરે ૩૧ વર્ષીય ડિસ્ટીબ્યુટરે વહેલી સવારે ઓફિસ પર એસિડ ગટગટાવ્યું હતું.મયુર પટેલ નામનાં ડિસ્ટીબ્યુટરે ઈડર ખાતે પોતાની ઓફીસ પર આવીને એસિડ ગટગટાવી લેતાં ચકચાર મચી ગઇ હતી.

એસિડ પીતા સારવાર અર્થે ઇડરની ખાનગી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યા ફરજ પરના તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો.મૃત યુવાનને પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…. ઈડર સિવિલ હોસ્પીટલ ખાતે વહેપારીઓ અને સગાસંબંધીનાં ટોળેટોળાં ઉમટ્યા હતા.

જો કે યુવાને પોતાની ઓફિસે આવીને ક્યા કારણોસર એસિડ ગટગટાવ્યું   તે કારણ હજું અકબંધ છે. દરમ્યાન, ઈડર પોલિસે સિવિલ હોસ્પીટલ ખાતે પહોંચી પરિવારના જવાબ મેળવી આગળની વધું તપાસ હાથ ધરી હતી.

Related Articles

Back to top button