राष्ट्रीयઅરવલ્લી

મોડાસા શહેરની કરીમિયા શાળાની વિદ્યાર્થીનીઓને પ્રેરણા પ્રવાસ યોજાયો….

કનુ (કરણ) વાળંદ, અરવલ્લી મોડાસા…..

અરવલ્લી જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓને સરકારી કચેરીઓની મુલાકાત કરાવવામાં આવી હતી.

વિગતે જોઇએ તો, બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત શિક્ષણ વિભાગ તથા જિલ્લા  મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા મોડાસા શહેરની કરીમિયા શાળાની વિદ્યાર્થીનીઓને પ્રેરણા પ્રવાસ અંતર્ગત અરવલ્લી જિલ્લા કોર્ટ, કલેકટરશ્રી કચેરી, જિલ્લા સેવા સદન, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જિલ્લા પંચાયત, સખી વન સ્ટોપ સેન્ટર, વિગેરે સરકારી વિવિધ કચેરીની મુલાકાત કરાવવામાં આવી હતી,. જેથી તેઓ આ સેવાઓથી પરિચિત બની શકે.

મુલાકાત વખતે વિદ્યાર્થીનીઓને  સરકારી કચેરીઓની કામગીરીની અને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ પ્રેરણા પ્રવાસથી વિદ્યાર્થીનીઓને મહિલા સલામતી-સુરક્ષા, વિવિધ કાયદાઓ, વિવિધ યોજનાઓ, સરકારી કામગીરીની કાર્યપધ્ધતિ વિશે જાણકારી મળી હતી.

District Hub for Empowerment of women ના જિલ્લા મિશન કો- ઓર્ડીનેટર શ્રી ભરતભાઈ પરમાર, શિક્ષણ વિભાગના નરેન્દ્રભાઈ રાવલ, સખી વન સ્ટોપ સેન્ટર ના વિક્રમબા જાડેજા, સામાજીક કાર્યક્રમ સમીમબેન બાકરોલિયા તથા કરિમિયા શાળાના સ્ટાફગણ દ્વારા પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું.

Related Articles

Back to top button