માન્યવર કાંશીરામજીને કોટિ કોટિ વંદન….ભાવાંજલિ અર્પવામાં આવી….
રાહુલ સિંહલ, હિંમતનગર…

આજ રોજ હિંમતનગર ખાતે ડી.એસ.ફોર, બામસેફ, અને બહુજન સંગઠન તથા બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક અને બહુજન નાયક અને સામાજીક પરિવર્તનના મહાનાયક તેમજ શોષિત-પીડિત. અને વંચિત સમાજના ઉજાગર માન્યવર કાંશીરામસાહેબની 90મી જન્મજયંતિ પર હિંમતનગર જુની સિવિલ સર્કલ ડૉ બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે માન્યવર કાંશીરામ સાહેબના ફોટો પર પુષ્પગૂચ્છ અર્પણ કરીને ભાવભીની ભાવાંજલિ અર્પવામાં આવી હતી. અને કાંશીરામ અમર રહોનો નાદ ગૂંજી ઉઠ્યો હતો.
આ કાર્યક્રમમાં બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રદિપ પરમારસાહેબ . તથા સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ અનિલભાઈ પરમાર સાહેબ . જિલ્લા ઉપ -પ્રમુખ પિયુષ ભાઈ પરમારસાહેબ, જિલ્લા પ્રભારી પંકજભાઈ પરમારસાહેબ, .જિલ્લા સચિવ સંદીપભાઈ પરમારસાહેબ, ગુણવંતભાઈ વણકરસાહેબ, મહામંત્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ સિંહલસાહેબ સાથે સાબરકાંઠા જિલ્લાના લોકસભા પ્રભારી રમેશચંદ્ર પરમાર સાહેબ તથા મૂકેશભાઈ પરમાર, કાંતિભાઈ વણકર,. વિપુલભાઈ વણકર તેમજ તેમજ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાર બાદ હિંમતનગર બાયપાસ રોડ પર આવેલા સર્કિટ હાઉસમાં લોકસભા સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રદિપભાઈ પરમાર સાહેબે જણાવ્યું હતું કે આવનાર લોકસભા ચૂંટણી માટે તૈયારી રાખવા અને સંગઠન મજબૂત કરી પાર્ટીનો પરચમ લહેરાવવા માટે ખૂબ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું..




