
બનાસકાંઠામાં પાલનપુરમાં નિર્માણધીન બ્રિજનો એક ભાગ કે જે સ્લેબ તરીકે ઓળખાય છે તે ધરાશાયી બેના મોત થાય છે..પાલનપુર હાઈવે પર બની રહેલા આ બ્રિજની ઘટનાના વિડિયો પણ ખૂબ વાઇરલ થાય છે. દરમ્મયાન વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
આ અંગે વડગામના ધારાસભ્યે કહ્યું કે આ ભાજપના ભ્રષ્ટાચારનો પુરાવો છે. ભગવાનનો પાડ માનો કે હજુ તો બનતી વખતે જ પુલનો સ્લેબ તૂટી પડ્યો. જો ઉદઘાટન બાદ તૂટ્યો હોત તો તેટલાય લોકો ચગદાઇને માર્યા હોત.
તેમણે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને પુલ બનાવનાર કેન્ટ્રાકટરની સામે કડકમાં કડક પગલા લેવાની માંગણી પઁણ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે બનાસકીંઠામાં નર્મદાની કેનાલમાં વારંવાર ગાબડા પડે છે પણ બનાવનારની સામે કોઇ પગલા લેવાતા નથી. ભાજપના કાર્યાલય કમલમ ચકાચક બને છે અને એ ધરાશાયી થતા નથી પણ જાહેર જનતા માટેના પુલો ધરાશાયી થઇ રહ્યાં છે.




