ગુજરાત સરકારની બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત મેઘરજમાં આંગણવાડી બહેનોને વિવિધ કાયદો અને યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.

બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી તથા આઇ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે *આંગણવાડી બહેનો માટે કેપેસીટી બિલ્ડિંગ વર્કશોપ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું..
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી હસીનાબેન મન્સૂરી, જેન્ડર સ્પેશિયાલીસ્ટ અકરમભાઈ શેખ, આઇ.સી.ડી.એસ વિભાગના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી રૂપલબેન, મેઘરજ તાલુકા કાનૂની સેવા સત્તામંડળમાંથી સિરાજભાઈ, સખી વન સ્ટોપ સેન્ટરમાંથી વિક્રમબા જાડેજા, પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટરમાંથી રાધાબેન ભરવાડ તથા શીતલબેન રહેવર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર માંથી હેમલતાબેન તથા હેતલબેન ઉપસ્થિત રહ્યાં હતા..
કાર્યક્રમમાં મહિલાને લગતા વિવિધ કાયદાઓ જેમાં ઘરેલુ હિંસા અધિનિયમ, કામકાજના સ્થળે મહિલાની જાતીય સતામણી અધિનિયમ, પોકસો એકટ, બાળ લગ્ન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વહાલી દીકરી યોજના વગેરે મહિલાઓ અને બાળકોને લગતી યોજનાઓ અને કાયદાઓની માહિતી આપવામાં આવી હતી.




