હવામાન વિભાગે ગુજરાતમાંથી મેઘરાજાની વિદાયની સત્તાવાર જાહેરાત કરી છે પરંતુ શ્રીવલ્લી અરવલ્લીમાં મેઘરાજાનું મન મળી ગયું એની મેળે મેળામાં…નવી જેમ મળી ગયું હોય. તેમ અરવલ્લીના મેઘરજમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને રિએન્ટ્રી થઇ હતી.
વિગતે જોઇએ તો સતત બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા અને મેઘરજ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જેમાં મોટી મોયડી લિંભોઈ આઢોડીયા સહીત ગ્રામ્ય વિસ્તારમા વરસાદ થયો હતો.
ચોમાસાની વિદાય વેળાએ પણ સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.સારો વરસાદ વરસવાથી ખેતીના પાકોને જીવતદાન મળશે એવી આશા ખેડૂતોમાં જાગી હતી.




