sabarkathaराष्ट्रीय

સમયનો સદુપયોગ કરી બાળકોએ બનાવી વિવિધ કલાકૃતિઓ…થેંકસ પંચાલ એન્ડ પુરોહિત….

સમયનો સદુપયોગ કરી બાળકોએ બનાવી વિવિધ કલાકૃતિઓ...થેંકસ પંચાલ એન્ડ પુરોહિત....

હાલમાં  શાળાઓમાં રજાનું વાતાવરણ છે.  તેવી સમયે કોઉ બહારગામ હરવાફરવા જાય તો કોઇ સરસ મજાની કેમ્પમાં ભાગલઇને જીવન ઉપયોગી કલા શીખવાનું કામ કરી રહ્યાં છે. સ્વભાવિક રીતે જ કલા જીવનમાં ઉપોયગી નિવડે છે.

વિગતે જોઇએ તો, સાબરકાંઠાના મુખ્ય મથક  હિંમતનગરમાં arto fair ના ફાઉન્ડર હિતેશ પંચાલ તથા હોબી ઇન્ડિયાના મનીષાબેન પુરોહિત દ્વારા બાળકો માટે એક આર્ટ  કેમ્પનું આયોજન શહેરના મહાવીરનગર ખાતે  કરવામાં આવ્યુ હતું,

જેમાં આ  બંન્ને અનુભવી આર્ટીસ્ટોના માર્ગદર્શન હેઠળ બાળકોએ અલગ અલગ પ્રકારની સરસ મજાની કલાકૃતિઓ કઇ રીતે બનાવવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને  તેના આધારે  બાળકોએ સરસ મજાની વિવિધ કલાકૃતિઓ બનાવી હતી..

બાળકોએ કલાકૃતિઓ તો બનાવી પણ  જો તેના વખાણ ન થાય ત્યાં સુધી બાળકોને કઇ રીતે ખબર પડે કે  તેમણે જે બનાવય્ છે તે યોગ્ય  છે કે કેમ. તેથી  બાળકોએ બનાવેલી  કલાકૃતિઓનુ  જાહેર પ્રદર્શન પણ યોજાયું હતું.. જેમાં, જે બાળકોએએ કલાકૃતિ બનાવી તે બાળકોના વાલીઓએ પોતાના બાળકો દ્વારા બનાવેલી કલાકૃતિઓ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો .

આ કેમ્પમાં બાળકોને આર્ટ શીખવાની સાથે સાથે આર્ટ વિશે  સચોટ માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ.. ક્લે આર્ટ, કેનવાસ પેઇન્ટીંગ સહિતની આર્ટ આ કેમ્પમાં શીખવવામાં આવી હતી..

Related Articles

Back to top button