राष्ट्रीय

એલપીજીઃ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો….માત્ર 40 વધ્યા….

એલપીજીઃ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો....માત્ર 40 વધ્યા....

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો હતો ,જેમાં દેશના ચાર મહાનગરોમાં સૌથી વધુ વધારો કોલકાતામાં જોવા મળ્યો . માર્ચ મહિનાથી આ નવો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં  ઘરેલું ગેસ સિલિન્ડર નહીં પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે વધુ કિમત ચૂકવવી પડશે .

માર્ચના પ્રથમ દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં 25.5 રૂપિયાનો આ વધારો જોવા મળ્યો છે. જે બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1795 રૂપિયા અને મુંબઈમાં 1749 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 24 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને તેની કિંમત 1911 રૂપિયા થઈ ગઈ. જ્યારે ચેન્નાઈમાં માર્ચ મહિનામાં આ 23.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને તેની કિંમત 1960.50 રૂપિયા થઈ ગઈ છે.

કોલકાતામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જે બાદ મુંબઈમાં 40.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં આ વધારો 39.5 રૂપિયા થયો છે. જો દક્ષિણ ભારતના સૌથી મોટા મહાનગર ચેન્નાઈની વાત કરીએ તો છેલ્લા બે મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઓછામાં ઓછો 36 રૂપિયાનો વધારો થયો છે. જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

Related Articles

Back to top button