sabarkathaगुजरात

રૂ.૪.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે, પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા

રૂ.૪.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે, પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ  ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા  વિજય પટેલ,નાઓએ સાબરકાંઠા જીલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે  એ.જી.રાઠોડ, પો.ઇન્સ.એલ.સી.બી.નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.સ્ટાફના એ.એસ.આઇ.વિક્રમસિંહ તથા એ.એસ.આઇ.ચાંપાભાઇ તથા અ.હે.કો.વિરભદ્રસિંહ તથા આ.હે.કો.સનતકુમાર તથા આ.હે.કો. કમલેશસિંહ તથા અ.પો.કો.ગોપાલભાઇ તથા અ.પો.કો. ધવલકુમાર તથા આ.પો.કો.વિજયકુમાર તથા આ.પો.કો. પ્રકાશભાઇ તથા આ.પો.કો. અનિરુધ્ધસિંહ તથા ડ્રા. પો.કો. રમતુજી વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવી છે..

ઉપરોક્ત ટીમના માણસો ઇડરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી વાહનમાં નાઇટ પેટ્રોલીંગ ફરતાં ફરતાં મણીયોર બસ સ્ટેન્ડ ખાતે વાહન ચેકીંગમાં હતાં તે દરમ્યાન ઇડર તરફથી એક સિલ્વર કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ જેનો રજીસ્ટ્રર નંબર- જી.જે.૨૭,કે,૭૩૪૭ હોય જે ગાડીને રોકવા હાથથી ઇશારો કરી રસ્તો બ્લોક કરતાં ચાલકે ગાડી ઉભી રાખેલ નહીં જેથી તેના ઉપર શક જતાં સરકારી વાહનથી સદર સિલ્વર કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટનો પીછો કરતાં તેનો ચાલક ગાડી ચાલુ મુકી ખેતરોમાં અંધારાનો લાભ લઇ નાસી ગયેલ તેમજ પકડાયેલ સ્વીફટ ગાડીમાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોઇ સિલ્વર કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ જેનો રજીસ્ટ્રર નંબર-જી.જે.૨૭, કે.૭૩૪૭ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા દારૂની બોટલ નંગ-૬૨૧ કિ.રૂ. ૧,૧૦,૨૭૭/- મળી કુલ કિ.રૂ.૪,૧૦,૨૭૭/નો મુદ્દામાલ કબ્જે કરી ગાડીના ચાલક વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશન સી.ગુ.ર. નં.૧૧૨૦૯૦૨૦૨૩૧૧૮૫/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ મુજબનો પ્રોહી.નો ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.

પકડવાના બાકી આરોપીઓમાં (૧) સિલ્વર કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ જેનો રજીસ્ટ્રર નંબર-જી.જે.૨૭.કે.૭૩૪૭ નો ચાલક નામઠામ જણાયેલ નથી

Related Articles

Back to top button