गुजरातराष्ट्रीय

PCR વાનમાં દારૂની મહેફીલઃ જમાદાર સહિત ત્રણ લોકો રંગે હાથ ઝડપાઈ ગયા…

PCR વાનમાં દારૂની મહેફીલઃ જમાદાર સહિત ત્રણ લોકો રંગે હાથ ઝડપાઈ ગયા...

વડોદરામાં ધોળા દિવસે PCR વાનમાં દારૂની મહેફીલ માણતા પોલીસ સહીત ત્રણ જણાને પકડી પાડવામાં આવ્યા છે. ઉત્તરાયણની બપોરે મુજમહુડા હનુમાનજી મંદિર પાસે જાહેરમાં PCR વાનમાં દારૂની મહેફીલ માણતા હતા. રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી આ કેસમાં જમાદાર સહિત ત્રણ લોકો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ મહેફીલ માણતા કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા, માલવ કહાર અને સાકિર મણિયારની અટકાયત કરવામાં આવી છે. ત્રણેય સામે પોલીસે ગુનો નોંધી અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં ફરી એકવાર પોલીસ કર્મચારીઓએ જ દારૂબંધીના લીરેલીરા ઉડાવ્યા છે. પોલીસને એક જાગૃત નાગરિક દ્વારા દારૂની મહેફિલ અંગે જાણ કરાતા વાનના નંબરને આધારે તપાસ કરતા આ વાન જેપી રોડ સી ટીમ માટે ફાળવવામાં આવી હોવાની વિગતો જાણવા મળી હતી.પોલીસે આ ફાળવેલી વાનને તાત્કાલિક પોલીસ સ્ટેશનને બોલાવાઈ અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button