राष्ट्रीय

લો કર લો બાતઃ પ્રિયંકા કહે છે કે ભારત અમે બનાવ્યું…મોદીએ કાંઇ કર્યું નથી,…

લો કર લો બાતઃ પ્રિયંકા કહે છે કે ભારત અમે બનાવ્યું...મોદીએ કાંઇ કર્યું નથી,...

કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આજે ઉત્તરાખંડના રામનગર પીરુમદારામાં જનસભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને અનેક આકરા સવાલ પૂછ્યા હતા. આજે ઉત્તરાખંડમાં પ્રિયંકા ગાંધીની બે જનસભા હતી. તેમાંથી પીરુમદારામાં તેમણે પહેલી જનસભાને સંબોધિત કરી અને ત્યારબાદ તેઓ રુડકીની જનસભા માટે રવાના થઈ ગયા હતા.

પૌડી ગઢવાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગણેશ ગોડિયાલના પ્રચારને ધાર આપવા માટે પ્રિયંકા ગાંધી પીરુમદારા કિસાન ઈન્ટર કોલેજના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા.

આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ક્યાં સુધી કોંગ્રેસ પર દોષ ઠાલવતા રહેશો? છેલ્લા 10 વર્ષોથી કોંગ્રેસનું રાજ નથી. 10 વર્ષથી ભાજપ પૂર્ણ સત્તામાં છે. તેઓ કહે છે કે, 75 વર્ષમાં કંઈ નથી થયું . જો 75 વર્ષમાં કંઈ નથી થયું તો ઉત્તરાખંડમાં આટલી પ્રતિભા ક્યાંથી આવી? દેશમાં IIT, IIM અને AIIMS ક્યાંથી આવ્યા…? જો પંડિત જવાહરલાલ નેહરુએ 1950 બાદ આ સંસ્થાઓ ન બનાવી હોત તો શું આજે આ બધું શક્ય હોત?

પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે, આજે  દેવભૂમિ ઉત્તરાખંડની બહેનો-ભાઈઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. તમે દેશના કોઈ પણ ખૂણામાં ચાલ્યા જાઓ જનતા એક જ વાત કહી રહી છે કે, બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. વીરભૂમિ ઉત્તરાખંડના જે નૌજવાનો સેનામાં જવાનું સપનું જોતા હતા તેઓ આજે હતાશ છે.

Related Articles

Back to top button