અરવલ્લીના ઇસરી ગામે સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ગામના તળાવની પાળ પાસે નર્મદા લાઇનના વાલ્વમાં લીકેજને કારણે પાણી વહી રહ્યું છે.
વિગતે જોઇએ તો, છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી નર્મદાની લાઇનનો વાલ્વ લીકેજ છે. જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. વાલ્વ લીકેજ હોવાથી પાણીના ફુવારા ઉડી રહ્યાં છે છતાં
સ્થાનિક વહીવટીય તંત્ર દ્વારા આજ દિન સુધી કોઇ સમારકામ કરવામાં આવ્યું નથી.




