राष्ट्रीयદહેગામ

ફરમાની ચોરી કરતા બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા

રિપોર્ટર:અગરસિંહ ચૌહાણ....

દહેગામ તાલુકાના જાક ગામે આવેલી જીઆઇડીસીમાં ફરમાની ચોરી કરતા બે જેટલા એલસીબી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યા હતા.

ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં જાક ગામે આવેલી જીઆઇડીસી માં છ દિવસ પહેલા જાક જીઆઇડીસીમાં સેન્ટીંગના ફરમાની ચોરી થવા પામી હતી જેના અનુસંધાનમાં દેગામ પોલીસ અને એલસીબી પોલીસ તેની તપાસ કરતા હતા…

આજે એલસીબી પોલીસને બાતમી મળી હતી જાગ જીઆઇડીસી માંથી  ચોરાયેલા ફરમા બે ઈસમો એક ડાલામાં બેસીને દેગામ થી ચિલોડા તરફ દહેગામ અન્ડરબીજ બીજ પાસે પીકઅપ ડાલામાં બે શખ્સો જઈ રહ્યા છે એવી બાતમીના આધારે એલસીબી પોલીસે આ ગાડીને ઉભી રખાવીને પૂછપરછ કરતા પોલીસના બીકથી અને કાયદાના સંઘર્ષમાં આવી જતા આ બંને શખ્સો  પોપટની જેમ બોલતા થવા  હતા

પોલીસે તેમની સઘન પૂછપરછ કરતા તેવો ભાંગી પડ્યા હતા ત્યારે એલસીબી પોલીસે તેમની પાસેથી મોબાઇલ ફોન અને પીકઅપ ડાલાની કિંમત ત્રણ લાખ રૂપિયા તેમજ રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3,00,000 ના મુદ્દામાલ સાથે પોલીસે બેય ઇસમોની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ચોરીમાં સંડોવાયેલા નીતિન ઉર્ફે પૂર્ણ યોગી, ઉદાનાથ ધર્માનાથ યોગી, બનાના યોગીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે.

Related Articles

Back to top button