લોન્ચઃ “ગાર્બેજ ફ્રી સાબરકાંઠા” સ્વચ્છતા હી સેવા મિશન એકશનમાં…..જિલ્લો બનશે કચરામુક્ત….!
જીજ્ઞેશ સોની
સાબરકાંઠા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિનની પૂર્વ સંધ્યાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી- નિયામકશ્રી દ્વારા સ્વચ્છતા હી સેવા કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે.નોંધનીય છે કે ભારતમાં સફાઇ અભિયનાની શરૂઆત સૌથી પહેલાં મોદીજી દ્વારા જ કરવામાં આવ્યું હતું.
ગાર્બેઝ ફ્રી ઇન્ડિયાના થીમ સાથે શરુ કરાયેલા આ કેમ્પેઈનનો ઉદેશ્ય ગાર્બેઝ ફ્રી સાબરકાંઠા બનાવવાનો છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત તા.૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૩ થી તા ૧૫ મી ઓક્ટોમ્બર-૨૦૨૩ સુધી સ્વચ્છતા હી સેવા (SHS) માસનું આયોજન કરવામાં આવેલ છે. અમલીકરણ માટે ગાઈડ લાઈન પણ નક્કી કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન ગ્રામ કક્ષાએ થનાર વિવિધ કાર્યક્રમ જાહેર સ્થળોથી સાફ-સફાઈ કરવી.સરકારી સંપત્તિઓના સમારકામ, રંગરોગન, સફાઈ અને બ્રાન્ડિંગ, ભિત ચિત્રો દોરવા, નદી કિનારાની જગ્યાઓની સાફ સફાઈ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે લોક જાગૃતિના કાર્યક્રમ હાથ ધરવામાં આવશે
ગામડાંની શાળા- આંગણવાડીમાં સ્વચ્છ અભિયાન ચલાવવામાં આવશે, સ્વચ્છતા યાત્રાને પ્રોત્સાહન આપવા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાશે.સ્વચ્છતા કામદારની સન્માન કરવામાં આવશે.તમામ પ્રવૃત્તિઓના ડોક્યુમેન્ટ તેયાર કરવા આવશે. આમ સાબરકાંઠા જિલ્લાને કચરા મુકત બનાવવા પૂરા પ્રયાસ કરવામાં આવશે.




