5 લાખ મતોની લીડથી જીતાડવા ક્ષત્રિય મંત્રીની ભાજપના કાર્યકરોને હાકલ…
5 લાખ મતોની લીડથી જીતાડવા ક્ષત્રિય મંત્રીની ભાજપના કાર્યકરોને હાકલ...

સાબરકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હિંમતનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અને આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપુત દ્વારા કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત કરતા વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી નો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
આ દરમિયાન જ હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલય આજથી શરૂ કરવામાં આવ્યું છે અને આ કાર્યાલયનો શુભારંભ રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપુત દ્વારા કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપુત હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સાબરકાંઠા જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત હિંમતનગર વિધાનસભા મત ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન રાજપુત દ્વારા સાબરકાંઠા બેઠકને પાંચ લાખ કરતા વધુ મતોથી જીતાડવા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું તદુપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીઓ બાબતે કાર્યકર્તાઓને માહિતગાર કર્યા હતા.




