sabarkathaराष्ट्रीय

ધારાસભ્યે પીએચસીની મુલાકાત લીધી ત્યારે જાણો છો સ્ટાફ ક્યાં હતો….?

ધારાસભ્યે પીએચસીની મુલાકાત લીધી ત્યારે જાણો છો સ્ટાફ ક્યાં હતો....?

સાબરકાંઠામાં લોકસભાની ચૂંટણીઓની હલચલ ધીમે ધીમે શિયાળો શરૂ થાય તેમ શરૂ થઇ છે અને પ્રજાના પ્રતિનિધિઓએ પણ પ્રજાની તકલીફોને દૂર કરવાની કામગીરી શરૂ કરી હોય તેમ ખેડબ્રહ્માના કોંગ્રેસના  ધારાસભ્યએ આતરસુંબા PHCની આકસ્મિક મુલાકાત લીધી હતી.

વિપક્ષી ધારાસભ્ય ધારાસભ્ય ડૉ તુષાર ચૌધરની આકસ્મિક મુલાકાતમાં સ્ટાફની ગેરહાજરી જોવા મળી હતી. ધારાસભ્યની મુલાકાત બાદ પછીથી હાજર થયેલા સ્ટાફે ગલ્લાંતલ્લાં કરીને બહાનાબાજી શરૂ કરી હતી.

વાસ્તવમાં PHCમાં સ્ટાફ ગેરહાજર રહેતો હોવાની ફરિયાદ ધારાસભ્યને મળી હતી અને  તેને લઇને તેમણે જાતે આકસ્મિક મુલાકાત લઇને સ્ટાફની પોલ ખોલી હતી. તેમણે સ્ટાફની ઘટ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરી હતી.

Related Articles

Back to top button