મહિસાસુરના અંત માટે પ્રગટ થયેલા મા અંબાજીનું આ ધામ છે ખેડબ્રહ્મા…
મહિસાસુરના અંત માટે પ્રગટ થયેલા મા અંબાજીનું આ ધામ છે ખેડબ્રહ્મા...
સાબરકાંઠાના ખેડબ્રહ્માના અંબાજી યાત્રાધામ એ નાના અંબાજી તરીકે પ્રસિધ્ધ છે અને મા અંબાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે અને મા અંબાના ચરણોમાં મસ્તક નમાવી ધન્યતા અનુભવે છે… તો આજે ભાદરવી પુનમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો પુનમ ભરવા માટે ઉમટી પડ્યા છે અને અહિ ધજા ચઢાવવાની માન્યતા પણ છે….
મહિસા સુરના અંત માટે પ્રગટ થયેલા માં અંબાજી આ ધામ છે આ ખેડબ્રમ્હા… અને વર્ષોથી મા અંબા ભક્તોની તમામ પ્રકારની મનોકામના પુર્ણ કરે છે… જો દંતકથાઓનુ માનીએ તો પુરાણકાળોમાં અહી બ્રહ્માં,વિષ્ણુ અને મહેશે જ આષુરોની નાશ માટે માં અંબાને પ્રાગટ્ય કર્યા હતાં અને એટલે જ અહી માં અંબાનો વાસ માનવામાં આવે છે અને એટલે જ ભક્તો અહી નાના અંબાજી નુ સ્થાન એટલે ખેડબ્રહ્માં અહી ખેડબ્રહ્માં થી જ ગબ્બર માં મા અંબા વસ્યા હોવાનુ પણ કહેવાય છે…. માંના ધામમાં દર પુનમે મેળો ભરાય છે તો ભાદરવી પુનમ અને ચૈત્રી પુનમે પણ મહા મેળો યોજાય છે અને જેમાં ભક્તો શ્રધ્ધાભેર ઉમટે છે… દર પૂનમે કમળની સવારી ઉપર મહાલક્ષ્મી સ્વરૂપે દર્શન થાય છે…. ખાસ કરીને ભક્તોને અહિ તમામ પ્રકારની સવારીના દર્શનનો લાભ પણ થાય છે તો સવાર સાંજ ભક્તો અહિ આરતીમાં આવીને પણ મનની મુરાદ પુર્ણ કરે છે… હાલમાં ભાદરવી પુનમ ચાલી રહી છે ત્યારે એકમ થી અત્યાર સુધી ૧૦ લાખથી વધુ ભક્તો અને ૫૦૦ થી વધુ ભક્તો સંધ લઈને અહિ આવ્યા હતા…
શ્રધ્ધા, આસ્થા, પુજા અને અર્ચના એ સાથે ભક્તોનો માનવ મહેરામણ સાથે ઉમટી પડ્યો છે ત્યારે ભક્તોમાં નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્માં ના દર્શને અચુક જતાં હોય છે માં અંબાનુ આ મંદીર પૌરાણીક મંદીર છે. રાજવી કાળ થી નિર્માણ પામેલ આ મંદીરમાં ભાદરવી પુનમે ભક્તોની ભીડ જામે છે અને વર્ષના 365 દિવસ આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે…




