sabarkathaराष्ट्रीय

ચેક રિટર્ન કેસમાં ખેડબ્રહ્માના વાલરણના આરોપીને બે માસની સજા ફટકારતી ખેડબ્રહ્મા નામ. કોર્ટ

ચેક રિટર્ન કેસમાં ખેડબ્રહ્માના વાલરણના આરોપીને બે માસની સજા ફટકારતી ખેડબ્રહ્મા નામ. કોર્ટ

ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામે રહેતા જશપાલસિંહ રોહિતસિંહ રાઠોડ પાસેથી હાથ ઉંછીના રૂપિયા લઇ પરત ના આપતા તેની અવેજમાં ચેક આપેલ જે બાઉન્સ થતા ખેડૂતએ કોર્ટમાં કેસ કરતાં કોર્ટ આરોપીને બે માસની સજા અને દંડ ફટકારાયો હતો.

આ કેસની વિગત જોતાં, ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામે રહેતા જશપાલસિંહ રોહિતસિંહ રાઠોડ ખેતી અને નગરપાલિકાના ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે જ્યારે આરોપી કૌશિકકુમાર જયંતીભાઈ ચૌહાણ રહેઠાણ વાલરણના ખેતીવાડી અને નોકરીનો ધંધો કરતા હોય અને જશપાલસિંહ રાઠોડના ઘરે અવાર નવાર આવતા હોય અને જસપાલસિંહ રાઠોડ પાસેથી પોતાના કામ માટે 10,5,000 ઊછીના લીધા હતા

સમય થતા જશપાલસિંહ રાઠોડે  ઉઘરાણી કરતા અવેજમાં ચેક આપી કહેલ કે પાક્કી તારીખે બેંકમાં રજૂ કરશો તો તમારી રકમ મળી જશે જેથી જશપાલસિંહ રોહિતસિંહ રાઠોડ (મૂ.પો. રાધીવાડ) એ બેંકમાં રજૂ કરતા કૌશિકકુમાર જયંતીભાઈ ચૌહાણ (મૂ.પો. વાલરણ તાલુકો ખેડબ્રહ્મા) ના ખાતામાં પૂરતું બેલેન્સ ના હોય ચેક બાઉન્સ થતાં ફરિયાદી જશપાલસિંહ રોહિતસિંહ રાઠોડે  ખેડબ્રહ્મા કોર્ટમાં નેઞોશીએબલ ઈન્સટુમેન્ટ એકટની કલમ 138 મુજબની ચેક રિટર્ન ની ફરિયાદ દાખલ કરી હતી

જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ કે.આઈ. પંડ્યાની  ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને ચાર માસની સાદી કેદ અને 1,05,000 રૂપિયાનો દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો.

Related Articles

Back to top button