राष्ट्रीयહિમતનગર

નેશનલ હાઇવે પર 4 વર્ષથી છે ખાડારાજ…મારા ખાડા પૂરો હે રાજ…! જાગો મોહન પ્યારે જાગો..

નેશનલ હાઇવે પર 4 વર્ષથી છે ખાડારાજ...મારા ખાડા પૂરો હે રાજ...! જાગો મોહન પ્યારે જાગો..

સાબરકાંઠા જીલ્લામાથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૮ કે જ્યા ખાડારાજ જોવા મળી રહ્યુ છે અને રસ્તાઓ પર ધુળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો સહિત સ્થાનિકો પરેશાન બન્યા છે…અને આ રોજનું થઇ ગયું હોય એવી લાગણી લોકોમાં જોવા મળી રહી છે.

છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઈવેનુ ફોરલેનમાંથી સિક્સલેનનુ કામ ચાલી રહ્યુ છે ત્યારે અમદાવાદથી ઉદેપુરને જોડતો નેશનલ હાઈવે નંબર ૮ કે જ્યા ઠેર ઠેર ખાડા પડી ગયા છે..હિંમતનગર શહેર સહિત આસપાસના ગામડાઓ પરથી હાઈવે પસાર થઈ રહ્યો છે ત્યારે ખખડધજ હાઈવેને લઈને વાહનચાલકો સહિત સ્થાનિકો પરેશાન બન્યા છે…

શહેરના મોતીપુરા ચોકડી પર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે તો સહકારી જીન ચોકડી પર પણ વારંવાર ટ્રાફિક અને ખાડા-ખડીયા વાળા રોડને લઈને વાહન ચાલકો સહિત સ્થાનિકો પરેશાન બન્યા છે… બે દિવસ પહેલા કાંકરોલ ગામ ખાતે ચક્કાજામ કરવામાં આવ્યુ હતુ  તો ગઈ કાલે સહકારી જીન બે કલાકથી વધુ સમય સુધી ચક્કાજામ સ્થાનિકો અને વેપારીઓ દ્રારા કરવામાં આવ્યુ હતુ અને લોકોને  બે દિવસનુ આશ્વાસન એનએચએઆઈ-હાઇવે ઓથોરીટી દ્રારા આપવામાં આવ્યો છે..

છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા ને લઈને અકસ્માત નુ પ્રમાણ વધી ગયુ છે, તો વાહનોને નુકસાન થઈ રહ્યુ છે આ ઉપરાંત લોકોને શારીરીક નુકસાન પણ થઈ રહ્યુ છે તો સામે ધુળ ઉડતા લોકોના ધંધા રોજગાર પણ બંધ થવાના આરે છે તેવા આક્ષેપ પણ સ્થાનિકો દ્રારા કરવામાં આવી રહ્યા છે…

એક બાજુ મસ મોટો ટોલટેક્સ લેવામાં આવી રહ્યો છે અનો રોડની ગુણવત્તા નામે મીંડુ છે…ધુળ ઉડતા ગ્રાહકો પણ ઓછા આવી રહ્યા છે ત્યારે હિંમતનગરના ગાંભોઈ ચોકડી પર પણ આજ સમસ્યા ઉભી થઈ છે જેને લઈને ગાંભોઇના સ્થાનિકો દ્રારા પણ કલેક્ટર અને ધારાસભ્ય ને આવેદન પત્ર અપાયુ હતુ… ગાંભોઈના સ્થાનિકો નો પણ આક્રોશ છે કે બે દિવસમાં હાઈવે સરખો ન થાય તો લોકો રસ્તા પર ઉતરે તેમાં નવાઈ નથી.

વરસાદ પડે તો જાણે કે હાઈવે પર તળાવ જોવા મળતા હોય છે છતા પણ તંત્રના પેટનુ પાણી હાલતુ નથી ત્યારે હવે લોકોએ પણ હાઈવે પર આવીને વિરોધ નોધાવી રહ્યા છે જો બે દિવસમાં રોડની ગુણવત્તા સુધરશે નથી તો ગાંભોઈ અને સહકારી ચોકડી પર પણ ચક્કાજામ થાય તેમાં નવાઈ નહિ…

Related Articles

Back to top button