sabarkathaराष्ट्रीय

જુગારીયાઓએ પોલીસની ઇજ્જત લઇ લીધી…દે દનાદન…ટી શર્ટ ફાડ્યું..નો હાલે..

જુગારીયાઓએ પોલીસની ઇજ્જત લઇ લીધી...દે દનાદન...ટી શર્ટ ફાડ્યું..નો હાલે..

દિવાળીના તહેવારમાં સાબરકાંઠામાં પોલીસની આબરૂને બટ્ટો લાગે એવી ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. જેમાં જુગારીયાઓએ ભેગા મળીને પોલીસ પાર્ટી પર હુમલો કરીને પોલીસના કપડાં ફાડી નાંખ્યાની ગંભીર ઘટના બની છે.

વિગતે જોઇએ તો, જિલ્લાના ઈડરના કસ્બા વિસ્તારમાં પોલીસની આબરુના ધજાગરા થાય એમ પોલીસની ટીમ પર હુમલો થયો છે. બાતમીના આધારે પોલીસ જુગારના સ્થળે દરોડો પાડવા ગઇ ત્યારે પોલીસની ટીમ પર હુમલો થયો જેમાં 50થી વધુ લોકોના ટોળાએ હુમલો કરી પોલીસકર્મીનું ટીશર્ટ ફાડી નાંખ્યું હતું.

જો કે પોલીસે બરાબરનો સામનો કરીને 20 હજારના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપ્યા તો છે ચાર પૈકી જુગાર રમતા ત્રણ આરોપીને ટૉળું ભગાડી ગયુ હતું. પોલીસ આ તમામ હુમલાખોરોની સામે કડક કાર્યવાહી કરે તેમ છે.

Related Articles

Back to top button