गुजरातराष्ट्रीय

જોડાયાઃ મૈં તો ભૂલ ચલા કોંગ્રેસ કા ઘર…ભાજપ કા ઘર પ્યારા લાગે… !

જોડાયાઃ મૈં તો ભૂલ ચલા કોંગ્રેસ કા ઘર...ભાજપ કા ઘર પ્યારા લાગે... !

દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે, ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.

કોંગ્રેસ નેતા હરેશ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવામાં આવ્યા છે. હરેશ વસાવાની સાથે જ તેમના સમર્થકોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં જોડાતા પહેલા હરેશ વસાવાએ સી.આર પાટીલ સાથે સુરતમાં બેઠક યોજી હતી. બેઠક બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હતું. ગત મહિને અરવલ્લી કોંગ્રેસના 350થી વધુ કાર્યકરો અને ૩૦ સિનિયર નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સી.આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના 350થી વધુ કાર્યકરો અને 30 સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

Related Articles

Back to top button