sabarkathaराष्ट्रीय
જીવદયાઃ કરૂણા અભિયાન અંતર્ગત બર્ડ કેમ્પનું આયોજન….
જીવદયાઃ કરૂણા અભિયાન અંતર્ગત બર્ડ કેમ્પનું આયોજન....
આજ રોજ ઉત્તરાયણ પર્વ નિમત્તે સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા દર વર્ષની જેમ કરૂણા અભિયાન અંતર્ગત આયોજિત બર્ડ કેમ્પ ( ઇજાગ્રસ્ત પક્ષી કલેક્શન, ચકલીના માળાનુ વિતરણ અને માટીના કુંડાનું વિતરણ)નું આયોજન પશુપાલન ખાતું અને ફોરેસ્ટ વિભાગના સહયોગથી કરવામાં આવેલ હતું.

જેમાં માનનીય જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવે સાહેબના હસ્તે સદર કેમ્પનું ઉદ્દઘાટન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ એન શાહ ( મોન્ટેજ લેબોરેટરી) , કાર્યવાહક મંત્રીશ્રી ડો આર એસ પટેલ, ડો બંકિમ એન પટેલ , શ્રી સર્વાનંદ ભટ્ટ, પૂર્વ મંત્રી શ્રી ડો જી.ડી પટેલ, ડો પી. બી પટેલ , ફોરેસ્ટ વિભાગના અધિકારી શ્રી તથા અન્ય કારોબારી સભ્યોનો ઉપસ્થિતિ જોવા મળી હતી.




