sabarkathaराष्ट्रीय
જન્માષ્ટમીએ જુગાર નહીં પણ ડબ્બા ટ્રેડીંગ રમતા ઝડપાયા….
જન્માષ્ટમીએ જુગાર નહીં પણ ડબ્બા ટ્રેડીંગ રમતા ઝડપાયા....
જન્માષ્ટમી પર્વમાં કેટલાક જુગાર રમતા પકડાયા પણ સાબરકાંઠાના હિંમતનગરના આગીયોલ નજીકથી શેર બજારના શોર્ટકટ કમાણીનો ધંધો એટલે ડબ્બા ટ્રેડિંગ કરતાં પકડાયા છે.
વિગતે જોઇએ તો, સાબરકાંઠા એસ.ઓ જી.એ મળેલી બાતમીના આધારે રેડ કરીને હિંમતનગરના આગીયોલ નજીકથી ડબ્બા ટ્રેડિંગ ઝડપી પાડ્યું હતું. પોલીસે દરોડો પાડ્યો ત્યારે આગીયોલ દ્વારકેશ કોમ્પલેક્ષમાં 7 જણાં ડબ્બા ટ્રેનિંગ રમતા મળી આવ્યાં હતા. પોલીસે આ તમામ સાત આરોપીઓની ધરપકડ કરીને તેમના મોબાઈલ સહિત 9.3 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
આ અંગે ગાંભોઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




