sabarkathaराष्ट्रीय

જય સ્વામિનારાણઃબાપ્સ દ્વારા હિંમતનગરમાં 22મીથી દશાબ્દી મહોત્સવની દિવ્ય ઉજવણી…

જીજ્ઞેશ સોની….

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(બાપ્સ)ના હિંમતનગરના કાંકણોલ ખાતે આવેલ મંદિરના દશાબ્દી મહોત્સવની તા. ૨૨/૧૨/૨૦૨૩ થી ૨૫/૧૨/૨૦૨૩ સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

હિંમતનગર મંદિરના કોઠારી સ્વામી પૂ.મંગલપુરુષદાસ સ્વામી તથા પૂ. કૌશલમુનીદાસ સ્વામીએ આ અંગેની માહીતી આપતાં જણાવ્યું કે બીએપીએસ-બાપ્સ- સ્વામિનારાયણ સંસ્થાના પ્રગટ ગુરૂહરી પ.પૂ.મહંત સ્વામી મહારાજના  આશિર્વાદથી સદૃગુરૂ સંત પૂ. વિવેકસાગરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે 

તારીખ ૨૨ને શુક્રવારના રોજ પ્રથમ દિવસે આદિવાસી સમાજના ૧૦૦ યુગલોના સમુહ લગ્ન યોજાશે, જેમાં દરેક યુગલને વિવિધ ચીજવસ્તુરૂપે  1 લાખ રૂપિયા સુધીની ભેટ આપવામાં આવશે. તમામ યુગલોને લકઝરી બસ દ્રારા સુરત ખાતે પ.પૂ.સંતશ્રી મહંત સ્વામી મહારાજના આશિર્વાદ માટે લઇ જવામાં આવ્યાં હતા.

તેમણે કહ્યું કે, તારીખ ૨૩ને શનિવારના રોજ વિશ્વ શાંતિ મહાયાગ, સંસ્કાર દિનની ઉજવણી કરાશે. ત્રીજા દિવસે એટલે કે તારીખ ૨૪ને રવિવારના રોજ વિશ્વશાંતિ મહાયાગ, ભારત ભાગ્ય નિમાઁણ કાયઁક્રમ યોજાશે અને અંતિમ દિવસે તારીખ ૨૫ને સોમવારના રોજ હિંમતનગર મંદિરનો  પાટોત્સવ અભિષેક, સન્માન સમારોહ તથા સમપઁણ દિવસની ઉજવણી કરાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દશાબ્દી મહોત્સવની ઉજવણી છેલ્લા ૧ માસથી ચાલી રહી છે. જેમાં ૫૦૦ ઉપરાંત સ્વયંસેવક બહેનો તથા ભાઇઓ વડીલ સંતોના માગઁદશઁન હેઠળ સેવા આપી રહ્યાં છે. બહારગામના તમામ સ્વયંસેવકોને રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સંતો દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જનતાને મહોત્સવ નિમિત્તે દર્શનનો લાભ લેવા જણાવ્યું હતું.

Related Articles

Back to top button