पर्यटनराष्ट्रीय

જય કેદાર બાબા કી…..કપાટ ખુલી ગયા છે, ચાલો ચારધામની જાત્રાએ…..

જય કેદાર બાબા કી.....કપાટ ખુલી ગયા છે, ચાલો ચારધામની જાત્રાએ.....

આજે અખાત્રીજાના દિવસથી ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે અને કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. બાબા કેદારની જય સાથે હજારો ભક્તોની હાજરીમાં કપાટ ખોલવામાં આવ્યા હતા. આજે સવારે 7.15 કલાકે શુભ મુહૂર્તમાં મંદિરમાં બાબા કેદારની પંચમુખી ડોલીની વિધિવત સ્થાપના કરાઈ હતી.

કપાટ ખુલ્યા પછીથી CM પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ ધામમાં પ્રાર્થના કરી અને દેશ અને રાજ્યના તમામ લોકોની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.  મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બાબા કેદારના દર્શન કરવા આવેલા ભક્તોનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં યોજવામાં આવેલા ભંડારા કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. કેદારનાથ ધામની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ આજે ખુલ્યા છે. જોકે બદ્રીનાથ ધામના કપાટ 12મી મેના રોજ ખુલશે.

Related Articles

Back to top button