sabarkathaराष्ट्रीय

જય ભીમઃ બસપાને મજબુત કરવા કારોબારી સમિતિમાં હાકલ…

રાહુલ સિંહલ, હિંમતનગર…

તારીખ :-01/10/2023 ને રવિવાર બહુજન સમાજ પાર્ટી સાબરકાંઠા જિલ્લા યુનિટ દ્વારા સાબરકાંઠા જિલ્લાના  મુખ્ય મથક હિંમતનગરમાં નવા સર્કિટ હાઉસ ખાતે કારોબારી સમિતિની માસિક મિટિંગ યોજાઈ હતી. જેમાં બહુજન સમાજ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અનિલભાઈ પરમાર સાહેબ. ઉપપ્રમુખ પિયુષભાઈ પરમાર સાહેબ. જિલ્લા પ્રભારી પંકજભાઈ વણકરસાહેબ. જિલ્લા મહામંત્રી ગુણવત્તભાઈ વણકરસાહેબ, હિંમતનગર વિધાનસભાના પ્રમુખ રાહુલ સિંહલ સાહેબ . તથા પ્રાંતિજ ના ધનરાજભાઈ વણકરસાહેબ .હિંમતનગરના કમલેશભાઈ પરમાર સાહેબ સંદીપભાઈ પરમાર સાહેબ .વિશાલભાઈ પરમારસાહેબ તથા પ્રભુ કાકા તેમજ તાલુકાના જુના અને નવા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં  બહુજન સમાજ પાર્ટી ને મજબૂત  બનાવવા માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા વધુમાં બહુજન સમાજ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અનિલ ભાઈ પરમાર સાહેબ એ જણાવ્યું હતું કે આવનાર 9 ઓક્ટોબર માન્યવર કાશીરામ સાહેબના મહા પરીનિર્વાણ દિવસ પર થનાર કાર્યક્રમની શું રણનીતિ તૈયાર કરવી જોઈએ એ એજન્ડા પર યોગ્ય ચર્ચાઓ થઈ હતી અને સૌ હોદ્દેદાર અને કાર્યકર મિત્રોએ વિષય પર નોંધ લીધી હતી .

Related Articles

Back to top button