જય બજરંગબલિઃ નાના પડદે હવે ધૂમ મચાવશે બ્લોકબસ્ટર હનુમાન……
જય બજરંગબલિઃ નાના પડદે હવે ધૂમ મચાવશે બ્લોકબસ્ટર હનુમાન......
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ રામાયણનાં પાત્રો બધે છવાયેલાં છે, પછી ભલે એ શ્રીરામ હોય કે હનુમાન હોય. સાઉથ સ્ટાર તેજા સજ્જાની ફિલ્મ ‘હનુમાન’ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. દર્શકોને અને વિવેચકો તરફથી ખાસ્સો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં તેજા સજ્જાની એક્ટિંગને બધા ખૂબ પસંદ કરી રહ્યા છે. થિયેટરમાં પણ ‘જય શ્રીરામ’ના નારા ખૂબ લાગ્યા હતા.
બોક્સ ઓફિસ પર પણ મૂવીએ ડંકો વગાડી દીધો હતો. આ ફિલ્મની સફળતાને જોતાં તેને હવે નાના પડદા પર રિલીઝ કરવાનું નિર્માતાઓ દ્વારા હવે નક્કી કરવામાં આવ્યું છે. મોટા પડદે રિલીઝ થયેલી ફિલ્મ ‘હનુમાન’ લોકોએ ખૂબ જ પસંદ કરી અને આજ કારણ રહ્યું કે ફિલ્મે 300 કરોડથી વધારેની કમાણી કરી નાખી. ફિલ્મની કહાનીથી લઈને એક્શન સુધી દર્શકોને તે ખૂબ જ પસંદ આવી.
આ હિટ ફિલ્મને લઈને મોટી અપડેટ સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મ ઓટીટી બાદ ટેલીવિઝન પર આવવાની છે. એટલે કે હનુમાનનુ ગ્રેન્ડ ટેલીવિઝન પ્રીમિયર થવા જઈ રહ્યું છે. ઓફિશ્યલ ખબર અનુસાર ફિલ્મ 28 એપ્રિલ 2024એ સાંજે 5.30 વાગે ઝી તેલુગૂ ચેનલ પર જોવા મળશે. હવે ફિલ્મના મેકર્સને આશા છે કે બોક્સ ઓફિસ અને ઓટીટી બાદ ફિલ્મ ટેલીવિઝન પર પણ ટીઆરપીના રેકોર્ડ તોડી નાખશે.
ફિલ્મમાં તેજા સજ્જા લીડ રોલમાં જોવા મળશે અને તેને પ્રશાંત વર્માએ ડાયરેક્ટ કરી છે. આ એક સુપરહીરો બેસ્ડ ફિલ્મ છે. જેમાં વિલન અને હીરોની વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી છે. ફિલ્મમાં ભગવાન હનુમાનના અવતારને પણ દર્શાવવામાં આવ્યા છે.




