જય અંબેઃ સાબરકાંઠા પત્રકાર પરિવાર દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન…
જય અંબેઃ સાબરકાંઠા પત્રકાર પરિવાર દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન...

જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે સાબરકાંઠા પત્રકાર પરિવાર અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા તાલુકા હેલ્થ ઓફિસર ડો રાજુભાઈ દ્વારા અને યાત્રિકો માટે આરામ કરવાની વ્યવસ્થા, ગરમ પાણીની વ્યવસ્થા, શુદ્ધ પીવાના મિનરલ પાણીની વ્યવસ્થા તેમજ ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા સાથે સાબરકાંઠા પત્રકાર પરિવાર મિત્ર મંડળ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
જેના ભાગરૂપે તારીખ 23 9 2023 ના રોજ વિસામો પદયાત્રીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો પાંચ દિવસ સુધી આ વિસામો સેવા ચાલુ રહેશે. વિસામો ઉદઘાટન સત્રમાં આમંત્રિત વિશેષ હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ, ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ કુમારી કૌશલ્ય કુંવરબા, હિંમતનગર શહેર પ્રભારી નિર્ભય સિંહજી રાઠોડ , નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી સવજીભાઈ ભાટી વસંતભાઈ ભાટી ,કનુભાઈ ભાટી પત્રકાર એકતા પરિષદ પ્રદેશમંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા, પત્રકાર એકતા પ્રદેશ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિત, પત્રકાર એકતા પરિષદ આઈ. ટી ઇન્ચાર્જ ઓમ કુમાર મલેશિયા, બેખૌફ ન્યાય ગુજરાત રાજ્ય પ્રતિનિધિ શ્રી જીગરભાઈ રાવલ જગદીશભાઈ પ્રજાપતિ પત્રકાર એકતા પરિષદના હિંમતનગર તાલુકા પ્રમુખ શ્રી અર્જુનભાઈ ભાટી સાબરકાંઠા લોકાર્પણ પ્રતિનિધિ સત્યમભાઈ ભાટી, ભારતીય જનતા પાર્ટીના હિંમતનગર શહેર પ્રમુખ શ્રી વાસુદેવભાઈ રાવલ, બીપીનભાઈ દરજી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમસ્ત જિલ્લામાં લોકપ્રિય ડી.કે.કે. ન્યૂઝના ગુજરાત ચીફ કૌશિકભાઈ સિંધવાણી પત્રકાર એકતા પરિષદ પ્રદેશ હોદ્દેદાર મનોજભાઈ રાવલ બેખૌફ ન્યાય તલોદ ચીફ મનોજસિંહ ચૌહાણ દેવાંશ શર્મા મુખ્ય ઉપસ્થિતિમાં સાબરકાંઠા પત્રકાર પરિવાર વિસામો અતિથિ વિશેષ વિ. ડી ઝાલા સાહેબ પ્રદેશ ઉપાધ્યક્ષતા કુમારી કૌશલ્યબા નિર્ભય સિંહ જી વિસામા સમિતિ દ્વારા જગદંબાની આરતી ઉતારવામાં આવી હતી.
અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ માટે વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સતત પાંચ દિવસ માટે રાત-દિવસ મેડિકલ સેવા, ગરમ પાણી, ચા નાસ્તો, ભોજનની સેવા પદયાત્રીઓ માટે ખુલ્લી મુકવામાં આવી હતી પત્રકાર શ્રી ઈશાનભાઇ રાઠોડ , પત્રકાર શ્રી જીતુભાઈની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું વિસામા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.




